મેઈલ્સને રાખો એરર ફ્રી
પ્રયત્ન કરો કે, ઈમેઈલ્સને ચેક કર્યા વગર સેન્ડ ન કરો. ઈમેઈલ્સની કેટલીક ભૂલો તમારા કામને બગાડી શકે છે. તમારા દ્વારા લખવામાં આવેલ મેઈલ્સ રીસીવર માટે તમારી છબી છે. તો તમે ભૂલ ભરેલો મેઈલ કોઈને ભૂલથી સેન્ડ ન થઇ જાય.
CAPS માં મેઈલ ટાઈપ ન કરો
તમારા મેઈલ્સને ક્યારેય પણ CAPS માં ન લખો, બધા શબ્દોને કેપ્સ્લોકમાં લખવાથી સામેની વ્યક્તિને અયોગ્ય લાગી શકે છે. તેની અસર તમારા કામ પર પડી શકે છે.
મેઈલમાં Lingo નો પ્રયોગ ન કરો
ઈમેઈલ ટેક્સ્ટની જેમ નથી હોતી. ટેસ્ટીંગ કરતા સમયે જેમ તમે LOLs, BTWs અથવા FYIs નો પ્રયોગ કરો છો, તેને મેઈલમાં ન કરો. ઈમેઈલ ટેક્સ્ટ દ્વારા કમ્યુનિકેશનનું માધ્યમ જરૂર છે, પરંતુ આ એક ફોર્મલ પ્રોફેશનલ કમ્યુનિકેશન માનવામાં આવે છે.