સમય સાથે આજે ઘણું બદલાવા માંડ્યુ છે. તેમાં પણ આ કોરોનાએ દરેકની જિંદગી કેવી બદલી નાખી છે? કે કોઈને ખબર જ ના પડે. હવે તો લોકો ઘરની ચાર દિવાલ વચ્ચે એવા અટવાયા છે કે હવે બસ બહાર જવું છે. ત્યારે હવે ધીરે-ધીરે બધુ શરૂ થવા માંડ્યુ છે. તો લોકોને આ આટલી નિરાંતની જિંદગીમાંથી ફરી બહાર જવા મળ્યું તેનો આનંદ છે, પણ કામ હવે કરવું અઘરું લાગે છે. તો સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવો તે દરેક માટે અઘરી વાત બની ગઈ છે.
સૌ પ્રથમ આ સમસ્યાનો ઉકેલ એક રીતે આવે તમે તમારા કામને ગોઠવો તેના કારણે તમારા મનમાં સવાલો નહીં રહે અને તમે કામ પણ કરી શકશો. દરરોજ કામની શરૂઆત કરતાં પહેલા તેને લખી નાખો તેનાથી તમે તેને ગોઠવી તે પ્રમાણે પૂરું કરી શકશો.
બીજી વાત જ્યારે પણ લાંબા સમય બાદ તમે કોઈપણ કામની શરૂઆત કરો તો તેને કારણે તમારા વિચારો અને મન બન્ને બદલતા રહેતા હોય છે. ત્યારે તમારા શક્તિ અને વિચારો પ્રમાણે કામની શરૂઆત તમને અનેક સારા વિચારો આપશે.
ત્રીજી વાત શક્ય હોય તો તમારા કામની સૂચિ તમારા ફોનમાં ગોઠવી તેના સવારે ઉઠતાં હોય ત્યારે જેમ એલાર્મ વાગે તે રીતે ટાસ્ક બનાવો તે પ્રમાણે તમારા ઓફિસનું દરેક કામ તે સરળ બનશે. સાથે તમારા મેઈલ પર વધુ કામ કરો તેનાથી તમારું કામ ઝડપથી થશે અને તમારે શક્ય હોય ત્યાં સુધી લોકોને મળવાનું ટાળો.
ચૌથી વાત દરેકે વાતના બે પાસા હોય છે. જ્યારે તમને ગમતું હોય તો મન તરત હા કહેશે અને ના ગમતું હોય તો મન તેના આરંભમાં જ ના પાડશે. તો જ્યારે અનુકૂળતા હોય તે પ્રમાણે હા અને ના કામને કરતી વખ્તે કહેતા શીખો તેનાથી તમે તમારા ધ્યેય સુધી પહોચી શકો છો અને કામ પણ સરખું કરી શકશો.
તો કામને હવે આ રીતથી ગોઠવો અને તમારા કામમાં કંટાળા વગર રસ સાથે થોડા બદલાવ સાથે તેજ જૂની રીતમાં નવી રીતે કામને આરંભ કરો. જેનાથી તમને કામ કરવાની મજા આવશે.