રજા હોય ત્યારે ઘરે રહી નાના મોટા દરેક કઈ નવું કરવા માંગતા હોય છે. ત્યારે હવેના સમયમાં શરીર ઉતારવાનો એક ટ્રેન્ડ ચાલતો હોય તેવું લાગે છે. દરેક પોતાની રીતે અથવા કોઈને સલાહ લઈ વજન ઉતારવા માંગતો હોય છે. ત્યારે આહારમાં જ્યારે અમુક ફેરફાર કરવામાં આવે તો તેનાથી શરીર ઊતારવું ખૂબ સરળ બની જાય છે. શું તમારે પણ શરીર ઊતારવું છે ? તો નાની વાતોની ખાસ કાળજી લ્યો.
વજન ના કરો
સૌ પ્રથમ વજન ઉતારતી વખ્તે ધ્યાનમાં લેવા જેવી ખાસ વાત તે વજન ના કરો. જ્યારે તમને ખબર હોય તે તમારું વજન વધુ છે તો વારંવાર આ ક્રિયા ના કરો તેનાથી તમે ક્યારેય વજન ઉતારવાનો વિચાર નહીં થાય.
કસરત કરો
રોજ સવારે ઉઠી શક્ય હોય તો ૨૫ મિનિટ કસરત કરો. આવું કરવાથી તમારા શરીરને ચરબી ધીરે-ધીરે ઓગળશે અને તમે શરીર ઉતારી શકો છો. દરરોજ વિવિધ કસરત પર ધ્યાન દેવા કરતાં એક કસરત કરો સાથે થોડું ચાલવું અને દોડવાનું રાખો.
ખોરાક સમય સાથે લ્યો
દિવસભરમાં અનેકવાર કોઈ કારણોથી સમયસર ખોરાક લેવો તે શક્ય હોતો નથી. ત્યારે સમયસર ખોરાક લેવો તે દરેક માટે ખૂબ મહત્વનો છે. તેના કારણે તમારું વજન ઉતરશે અને તમારા સ્વાસ્થ્યને અનેક લાભ થઈ શકે છે.