માત્ર સારી લીડરશીપ  એબિલીટી ધરાવતા લોકો જ ઉત્તમ અને સફળ બોસ છે. જો તમે તમારી ટીમ પાસેથી વધુ સારું કામ મેળવવા માંગતા હોવ તો તમારે ચાણક્ય પાસેથી ચાર બાબતો શીખવી જોઈએ.

હેડલાઇન્સ

લીડર પોતાની ટીમની ખામીઓ અને ભલાઈથી વાકેફ હોવો જોઈએ.

પ્રતિકૂળ સંજોગોમાં પોતાની જાતને સંયમિત રાખવાની ગુણવત્તા હોવી જોઈએ.

ઓછા સંસાધનો અને સમયમાં વધુ સારું કામ કરવાની ગુણવત્તા હોવી જોઈએ.

No easy fixes, but the right tools will help bridge your leadership gap - The Media Leader

એક સફળ બોસ તે માનવામાં આવે છે જે જાણે છે કે મર્યાદિત સોર્સીઝ સાથે કેવી રીતે કામ કરવું અને તેની ટીમ  પાસેથી વધુ સારું કામ કેવી રીતે મેળવવું. પ્રતિકૂળ સંજોગોમાં પોતાની જાતને સામાન્ય રાખીને કેવી રીતે સારું કામ કરવું અને ટીમનું મનોબળ કેવી રીતે ઊંચું રાખવું તે ચાણક્ય કરતાં ભાગ્યે જ કોઈ શીખવી શકે. એક સફળ ગુરુ હોવા ઉપરાંત, ચાણક્ય એક સારા યોદ્ધા પણ હતા. તેથી વર્તમાન સમયમાં દરેક ગુરુ કે બોસએ ચાણક્ય પાસેથી શીખવું જોઈએ.

ચાણક્ય પાસેથી જાણો, સફળ બોસ બનવા માટે કયા ગુણો જરૂરી છે

ટાઈમ મેનેજમેન્ટ

5 Effective Time Management Tips | coAmplifi

સફળ નેતા અથવા બોસ તે છે જે ટાઈમ મેનેજમેન્ટમાં પાકો અથવા સફળ  છે. ટાઈમ મેનેજમેન્ટ જે યોગ્ય રીતે નથી કરતા  તે ક્યારેય વધુ સારું કામ કરી શકતું નથી. બોસની સૌથી મોટી ક્વોલીટી  એ છે કે સહકર્મીઓ પાસેથી કામ કરાવવામાં ટાઈમનું મેનેજમેન્ટ કરી શકે. સફળ લીડરશીપ માટે, તે મહત્વનું છે કે બોસ તેના સાથીદારો માટે સમયના મહત્વનું ઉદાહરણ સેટ કરવાનું ચાલુ રાખે અને તેમને પણ પ્રોત્સાહિત કરે. સમયની જરૂરિયાતને સમજીને સમય પ્રમાણે કામ કરો. દરેક બોસ કે લીડર પાસે આ એક ઉત્તમ ગુણવત્તા હોવી  જરૂરી છે.

ટીમની એબિલીટીઝ ઓળખવાની ક્ષમતા

When to Cooperate with Colleagues and When to Compete

જો તમે ગુરુ, બોસ અથવા નેતા છો, તો તમારા માટે તમારા દરેક કલીગ્સની  એબીલીટી જાણવી મહત્વપૂર્ણ છે. આ સાથે આપણે એ પણ સમજવું પડશે કે કોણ સમયસર ઉપયોગી થઈ શકે છે અથવા કોણ પ્રતિકૂળ સંજોગોમાં કોઈ પણ ડર વિના કામ કરે છે. બોસ હંમેશા કલીગ્સના ગુણો, ખામીઓ અને ભલાઈથી વાકેફ હોવા જોઈએ. ઉપરાંત, કલીગ્સના વર્કનું જાતે જ નોટીશ કરો બીજા લોકોના કહેડવા પર ધ્યાન ના આપો.

આયોજન દ્વારા કામ કરવાની ગુણવત્તા

What Is Quality Planning & Why Is It Important in Project Management? | Simplilearn

કોઈપણ કાર્યની સફળતા તેના આયોજન અને કાર્ય અંગે કરેલા અભ્યાસ પર આધાર રાખે છે. તેથી, કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા, વ્યક્તિએ તેના વિશે શક્ય તેટલી વધુ માહિતી એકત્રિત કરવી જોઈએ અને પછી એક પ્લાન બનાવી અને અનુસરીને કાર્ય કરવું જોઈએ. સફળ લીડરશીપ માટે આ ગુણ હોવો ખૂબ જ જરૂરી છે.

સ્ટ્રેટેજી બનાવીને કામ કરવાની ગુણવત્તા

10 Key Organizational Skills and Ways to Improve Them

કાર્ય યોજના બનાવવામાં આવી છે, પરંતુ જો તમારી પાસે વ્યૂહરચના મુજબ તમારા કલીગ્સ વચ્ચે વર્ક  ડીવાઈડ કરવાની  ક્ષમતા નથી, તો તમે સફળતાપૂર્વક નેતૃત્વ નથી કરી શકતા. સારા અને સફળ કામ માટે બોસને પણ કામના આયોજન માટે વ્યૂહરચના બનાવવી જોઈએ. સ્ટ્રેટેજી બનાવીને જ કામ શરૂ કરવું જોઈએ. કાર્ય પૂર્ણ કરવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે જૂથે જવાબદારીઓનું વિતરણ કરવું આવશ્યક છે.

આ ચાર ગુણો ધરાવતા ગુરુઓ, નેતાઓ અને બોસ તેમના કલીગ્સ કે ટીમ સાથે વધુ સારું બોન્ડ  બનાવી શકે  છે અને સફળ કાર્યની ખાતરી પણ આપી શકે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.