કંપની વિશ્વભરમાં ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ અને મલમનું ઉત્પાદન તથા માર્કેટીંગ કરશે: અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ મશીનરી તથા લેબોરેટરી ઉપલબ્ધ

પ્રામાણિક અને સમર્પિત નવી યુવા ટીમ ‘રીમેમ્બર ઇન્ડિયા ગ્રુપ ઓફ કંપનીઝ’માં ચાર ચાંદ લગાવશે

રાજકોટમાં રીમેમ્બર ઇન્ડિયા હેલ્થ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડનો આવતીકાલથી કુવાડવા/સણોસરા ખાતે ભવ્ય શુભારંભ થઇ રહ્યો છે. WHO-GMPના ધોરણનું ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ જે રૂ.30 કરોડના ખર્ચે નવી પેઢી માટે બનાવવામાં આવ્યો છે. જેમાં જીત શૈલેષ ઠક્કર ડિરેક્ટર મોહિલ રાજેશ મિરાણી, જૈનિલ ભટ્ટી, ઋષિ કાપડિયાની યુવા ટીમ કાર્યરત રહેશે. રીમેમ્બર ઇન્ડિયા હેલ્થ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિશ્ર્વભરમાં ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ અને મલમનું ઉત્પાદન અને માર્કેટીંગ કરશે.

કંપનીમાં અતિ આધુનિક ટેકનોલોજીના મશીનો અને અત્યાધુનિક લેબોરેટરીથી સજ્જ છે. જે ગુજરાતની ફાર્માસ્યુટીકલ કંપનીની ટોચની યાદીમાં ઓળખાશે. આ કંપની સર્વશ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટસનું ઉત્પાદન કરીને ડોક્ટરો સમક્ષ પ્રોમોટ કરવા માટે હમેંશા કાર્યશીલ રહેશે. આ કંપની નવી ટેકનોલોજી આધારિત બનાવવામાં આવી છે. જેથી ભવિષ્યમાં તેને WHO, GMP, EU GMP, PICS, GMP અને USGMP નું  લાઇસન્સ મળી રહે. પ્રામાણિક અને સમર્પિત નવી યુવા ટીમ રીમેમ્બર ઇન્ડિયા ગ્રુપ ઓફ કંપનીઝમાં ચાર ચાંદ લગાવશે અને અનુભવી નિષ્ણાંત વડીલો તેઓને સફળતાનો માર્ગ સુચવશે.

ત્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રીમેમ્બર ઇન્ડિયા હેલ્થ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરપર્સન-ડિરેક્ટર શૈલેષ ઠક્કરએ જણાવ્યું હતું કે અમે મર્યાદિત રોકાણ સાથે માર્કેટીંગ કંપની તરીકે 1997માં રીમેમ્બર ઇન્ડિયા કંપની સ્થાપી હતી. હું ઘણા વર્ષોથી ફાર્મા માર્કેટનો અનુભવ ધરાવુું છે. અમે વર્ષ-2002માં રીમેમ્બર ઇન્ડિયા કોસ્મેડ પ્રોડક્ટસની સ્થાપના શાપર ખાતે કરેલ.

તે કોસ્મેસ્યુટિકલ (ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે સૌદર્ય પ્રસાધનો જે ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવે છે) તેના ઉત્પાદનનું યુનિટ સ્થાપ્યું. તે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં. પરંતુ એકસ્પોર્ટમાં પણ રોકાયેલ છે. અમે યુએસએ અને અખાતના દેશોમાં 2007 થી 2010 સુધી સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ માર્કેટીંગ કંપનીની સ્થાપના પ્રોપ્રાઇટરી ફર્મ દ્વારા કરવામાં આવી હતી. જે વર્ષ 2004માં રીમેમ્બર ઇન્ડિયા મેડીકોસ પ્રાઇવેટ લિમિટેડમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

ઉપરોક્ત એકમમાં ઉત્પાદિત કોસ્મેટિક ઉત્પાદનોનું માર્કેટીંગ અને પોર્ટ ફોલિયોમાં કેટલીક આયુર્વેદિક વિશેષતા ધરાવતા ઉત્પાદનોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને છતીસગઢ રાજ્યના ક્ષેત્રમાં અમારા 60 એમઆર ( તબીબી પ્રતિનિધિ) કે જે ડોક્ટરોની નિયમિત મુલાકાતો લઇ રહ્યાં છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને પારિવારિક વાતાવરણ પ્રદાન કરીને રીમેમ્બર ઇન્ડિયાના પ્રોડક્ટ્સને પ્રોમોટ કરી રહ્યા છે. ત્યારે આવતીકાલથી યુવા ટીમ સાથે અમે રીમેમ્બર ઇન્ડિયા હેલ્થ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડ ફાર્માસ્યુટિકલ મેન્યુફેંક્ચરિંગ યુનિટનું કુવાડવા/સણોસરા ખાતે શુભારંભ કરવામાં જઇ રહ્યા છીએ.

અમારી પાસે અતિ આધુનિક મશીનરી, આધુનિક લેબોરેટરી ઉપલબ્ધ છે. અમે ટેબ્લેટ, કેપ્સ્યુલ અને મલમનું ઉત્પાદન અને માર્કેટીંગ કરીશું. જે પ્રથમ તબક્કે ગુજરાત, ભારત તથા ભવિષ્યમાં એક્સપોર્ટ પણ કરીશું. મારૂં પહેલેથી સ્વપ્ન હતું કે ફાર્માસ્યુટીકલ યુનિટ બનાવીએ આજે તે સાકાર થઇ રહ્યું છે. હાલ અમને FDI  નું લાઇસન્સ મળી ગયું છે અને કંપની શરૂ થયાંના છ મહિના બાદ WHO નું પણ સર્ટિફિકેટ મળી જશે. અમને ભવિષ્યમાં સરકાર કોઇ ડ્રગ્સ બનાવવા મદદ માંગશે તો કરીશું.

પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના ફાઉન્ડર શૈલેષ ઠક્કર, કો.ફાઉન્ડર રાજેશ મિરાણી, નિલેશ ચંદારાણા, જીત ઠક્કર, મોહિત મિરાણી, યશ ભીમાણી, ઋષિ કાપડીયા, પ્રિન્સ ઉપસ્થિત રહ્યા હતા અને કંપની વિશે વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.