પ્રવર્તમાન કોરોના મહામારીના પગલે જનજનમાં ‘રેમડેસિવિર’ ઈન્જેકશનનું નામ ખૂબજ પ્રસિધ્ધ થઈ ગયું છે. લોકો તેને જીવનરક્ષક દવા કોરોનાની માનવા લાગી ગયા છે જેને હાલ આ ઈન્જેકશનો સતત ચર્ચામાં છે. 20 નવેમ્બર 2020માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવેલ કે કોરોના દર્દીની સારવારમાં ડોકટરોએ રેમડેસિવિરના ઉપયોગથી દૂર રહેવું જોઈએ તેની સામે આ દવા બનાવતી કંપનીઓએ કોરોના સામેની સારવારમાં આ દવા કારગર હોવાનો દાવો કર્યો હતો.
ભારતમાં રેમડેસિવિર દવાને ઈન્જેકશન તરીકે ડો. રેડ્ડી, ઝાયડસ, કેડીલા, સિપ્લા, હેટેરોલેબ જેવી કંપની બનાવી રહી છે. સમગ્ર દેશમાં અચાનક દવાની જરૂર પડતા તેની અછત ઉભી થઈ ગઈ હતી. ડ્રગ વિભાગે તેના માટે વિવિધ નિયમો બનાવીને દર્દીને સહેલાયથી મળી શકે તેવા નિયમો બનાવી સાથે સરકારના આરોગ્ય વિભાગે પણ તેના કંટ્રોલરૂમ શરૂ કરીને લોકોને રાહત કરવા પગલા ભર્યા છે.