સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી માનવામાં આવે છે. દરેક વ્યક્તિ માતાને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ અને ઉપાયો કરે છે.જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે, ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. તેનાથી પરિવારને દ્રરિદ્રતા સાથે જ બિમારી અને કંકાશનો સામનો કરવો પડે છે. જે સમજદાર હોય છે તે સંકેતોને સમજી તાત્કાલિક ઉપાય કરી લે છે. તો બીજી તરફ મૂઢ પ્રવૃતિના લોકો આ વાતોને અંધવિશ્વાસ માનીને ટાળી દે છે.

images 3 1

લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાયો

જો તમે માતા લક્ષ્મીની પૂજા કરી રહ્યા છો તો આ સ્થિતિમાં તમારે માતાને મિશ્રી અને ખીર અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે. પૂજન પછી, 2 થી 9 વર્ષની છોકરીઓને પ્રસાદ તરીકે ભોગનું વિતરણ કરવામાં આવે છે. ધનની દેવીની કૃપા મેળવવા માટે શુક્રવારે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો. તમારી પ્રાર્થના પણ કહો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે.

ic launcher

સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે ગરીબો અને જરૂરિયાતમંદોને સફેદ ખોરાક જેમ કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરો. આમ કરવાથી લક્ષ્મીની કૃપા વરસે છે અને ધનની કમી દૂર થાય છે. આ સિવાય તમે તમારા ઘરમાં કેળા અને તુલસીના છોડ લગાવો અને સાંજે તેમની સામે દીવો પ્રગટાવો અને તેમની પૂજા કરો. આમ કરવાથી પણ માતા પ્રસન્ન થાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.