લક્ષણો ઓળખવામાં બેદરકારી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત
મહિલાઓમાં એનિમિયાના કારણે દેખાય અમુક લક્ષણો દેખાય છે . સ્ત્રીઓમાં એનિમિયા એ રક્ત સંબંધિત રોગ છે. મોટાભાગની સ્ત્રીઓ એનિમિયાના લક્ષણોને ઓળખતી નથી. પરંતુ આ બાબતમાં બેદરકારી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી, એનિમિયાના લક્ષણોને સમયસર ઓળખવું મહત્વપૂર્ણ છે.
લક્ષણો :
નબળાઈ અનુભવવી, આખો દિવસ થાક લાગવો , ભૂખ ન લાગવી, માથામાં દુ:ખાવો થવો, ચક્કર આવવા , શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુખાવો અનુભવવો, ઠંડા હાથ પગ થવા , જીભ પર સોજો આવવો .
તેનાથી બચવાના ઉપાય :
એનિમિયાથી બચવા માટે તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ફોલિક એસિડ અને આયર્નનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. આ માટે તમે લીલા શાકભાજી, અંજીર, કિસમિસ, બીટરૂટ, દાડમ, સફરજન, ગાજર, આખા અનાજ અને ઈંડાનો સમાવેશ કરી શકો છો. જો તમે આહાર દ્વારા પૂરતું આયર્ન મેળવી શકતા નથી, તો તમે ડૉક્ટરની સલાહ લઈને આયર્ન સપ્લીમેન્ટ્સ લઈ શકો છો.