રણછોડદાસજીબાપુ આશ્રમે પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, આ વર્ષે કોરોનાં મહામારીમાં લોકોમાં સંક્રમણ ન ફેલાય તથા લોકોનું આરોગ્ય જળવાઇ રહે અને સ્વસ્થ રહે એ માટે શ્રાવણ માસ નિમિતે ધાર્મિક કાર્યક્રમો જેવા કે દ્વાદ્વજ જયોર્તિલીંગ દર્શન તથા અન્ય ધાર્મિક આયોજન બંધ રાખેલ છે. શ્રાવણ માસમાં ધર્મપ્રેમીભાઇ બહેનો માટે નિજ મંદિર દર્શન (સમાધી, ફોટા ર્સ્પશ વગેરે) તથા મંગલેશ્ર્વર મહાદેવ દર્શન (જલાભીષેક તથા ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મનાઇ છે.) બંન્નેનો સમય સવારે ૭થી ૧૦:૩૦થી સાંજે ૪થી ૬:૩૦ વાગ્યા સુધી આશ્રમમાં પ્રવેશીને દર્શન થઇ શકશે.
આ પવિત્ર શ્રાવણ માસમાં આશ્રમ દ્વારા એક ભૂદેવ દ્વારા આખો શ્રાવણમાસ મંગલેશ્ર્વર મહાદેવ મંદિરમાં માસ પરાયણ કરવામાં આવશે. રામચરિતમાનસજીનાં પાઠ એટલે કે દરરોજ માસ પરાયણ કરવા, શ્રાવણ માસમાં પારાયણ કરવાનું સદ્ગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુ કહ્યુ છે કે, શ્રાવણ માસમાં ભોળનાથ એવા શિવશંભુને રામચરિતમાનજી પાઠ સંભળાવામાં આવે તો મનુષ્યનું સર્વપ્રકારે કલ્યાણ થાય છે, અને સર્વ મોનકામનાં પૂર્ણ થાય છે, અને શિવજી ભકત ઉપર ખૂબ જ પ્રસન્ન રહે છે, માટે શ્રાવણ માસમાં માસ પારાયણ અચુક કરવા.