- ગુરૂ પૂજન ધર્મ ઉત્સવની ભવ્ય ઉજવણી માટે જામનગરના રાજવી અજયસિંહ જાડેજા એ ગધેથડ ગાયત્રી આશ્રમની લીધી મુલાકાત
સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશ ભરના ભાવિકોની આસ્થાના પ્રતીક લાલપુરના ગધેથળ ગાયત્રી આશ્રમમાં ગુરુદેવ લાલબાપુની નીશ્રામા ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુપૂજન સહિતના ધર્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ઉપલેટા ના ગધેથળ ગામે ગાયત્રી આશ્રમ ખાતે 15,12 ને રવિવારે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ઉપલેટા તાલુકાના તમામ ગામડાઓ માં પક્ષી, ચકલાને ચણ છોકરાને લાડવા અને બુંદી , કીડી ને કીડીયાળુ આપવામાં આવશે અને તમામ ગામો ધુવાળા બંધ રાખવામાં આવશે, 15 ડિસેમ્બર રવિવારે સવાર ના 10થી મોડી રાત સુધી ભોજન પ્રસાદ નો હજારો ભાવિકોને લાભ અપાશે, સાથે સાથે સવારે છ વાગ્યાથી મોડી સાંજ સુધી સતત ગુરુ પૂજન કરવામાં આવશે
- ગધેથડ ધામ ગાયત્રી આશ્રમ ખાતે 25 વીઘામાં ભવ્ય ભોજનાલય વિશાળ વાહન પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે
- લાલ બાપુએ 14 વર્ષે કિશોર અવસ્થામાં જ દિવ્ય શક્તિનુ સરણલીધું હતું….
લાલ બાપુએ કિશોરવયે 14વર્ષની ઉંમરમા જ સન્યાસ લીધું હતું નાગવદર ખાતે રહી દિવસે કારખાનામાં કામ કરતા અને રાત્રે પૂજા પાઠ કરવાનું શરૂ કર્યું હતું સંસાર છોડીને બાપુએ 14 વર્ષની ઉંમરે લાલ ઉભા ના નામ ફેરવીને લાલબાપુ નામ ધારણ કરી લીધું હતું સંન્યાસ લઈ ને નાગવાદર ખાતે નાની જગ્યામાં આશ્રમ બનાવી તેઓએ મારુતિ યજ્ઞ થી ધર્મકાર્યનું પ્રારંભ કર્યો હતો
પ્રથમ યજ્ઞ પછી લાલબાપુએ કંઈક અલગ કરવાનો વિચાર કરીને ગુરુ વિના જ્ઞાન નહીં આ કહેવત મુજબ તેઓ નજીકના ઢાંક ગામના પ્રખર વિદ્વાન ધર્મચાર્ય મગનલાલ જટાશંકર જોશી પાસે સલાહ લેવા જાય છે.. મગનલાલ જોશી ને લાલ બાપુ એ ગુરુ તરીકે ધારણ કર્યા અને મગનલાલ જોશી એ લાલબાપુને ગાયત્રી માતાની સાધના કરવાનું માર્ગદર્શન આપ્યું. બસ આ દિવસથી આજ દિવસ સુધી લાલબાપુ ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં ખૂબ જાણીતા થયા 65વર્ષની ઉંમર દરમિયાન લાલબાપુએ 50 વર્ષ એકાંતવાસમાં રહિત કઠોર સાધના કરી છે તે અત્યાર સુધીમાં પાંચ વખત એકાંતવાસમાં સાધના કરી ચૂક્યા છે જેમાં 21 મહિનાથી લઈ 12વર્ષ સુધીનો તપ સામેલ છે લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટુંબમાં રહીને જ્યારે કઠોર સાધના કરતા હોય ત્યારે માતાજીની આરાધના સમયે તેઓ કોઈને પણ મળતા નથી તેમની સાધના કુટીરમાં માત્ર તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજૂરી આપવામાં આવે છે સાધના કુટીરમાં નીચે એક વૈરા જેવું છે ત્યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે, જ્યાં સુધી સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી ત્યાં બાપુ સાધના કરે છે લાલબાપુ દ્વારા માત્ર ભક્તિ જ નહીં પરંતુ સાથે સાથે સમાજ સેવાના કાર્યો પણ કરવામાં આવે છે, પાંચ દાયકાની સાધના દરમિયાન લાલબાપુ પાંચ વખત અજ્ઞાતવાસમાં રહી ચૂક્યા છે આજે પણ 21 કલાકે એકાંતવાસમાં આધ્યાત્મિક જ્યોત જગાવનાર લાલ બાપુ રાત્રે આઠ વાગે ત્રણ જ કલાકે બહાર આવી લોકોને દર્શન આપે છે, તેઓ દર્શને આવનાર ભક્તો અને દર્દીઓને રોજ આર્યુવેદિક દવાઓ લખી આપે છે જેમાં કેન્સર એચઆઈવી જેવા અનેક અસાધ્ય રોગના દર્દીઓનો સમાવેશ થાય છે
આ ધર્મ યજ્ઞ નિમિત્તે જામનગરના રાજવી શત્રુશૈલ્યસિહ બાપુના રાજકુમાર અજયસિંહજી જાડેજા એ મહોત્સવ પૂર્વે આશ્રમની મુલાકાતે આવ્યા હતા અજયસિંહ જાડેજા ને જામ સાહેબે ગધેથળ લાલબાપુ દર્શન માટે કહ્યું હતું અજય સિંહ જાડેજાએ ગુરુદત્ત જયંતિ ની તૈયારી અંગે જાણકારી મેળવી હતી.