બે ઐતિહાસિક ગુરૂદ્વારાના રૂ.૧૦ કરોડના ખર્ચથી વિકાસ કામોનું લખપતના પ્રથમ પાતશાહી ગુરૂદ્વારામાં કારસેવાથી ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શીખ ધર્મના આદ્યગુરુ ગુરુનાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇશ્રી મોખમસિંહજીના બેટ દ્વારકા ખાતે આવેલા ગુરુદ્વારાના કૂલ રૂ. ૧૦ કરોડના પુનુરોદ્ધાર તથા નવીનીકરણને લગતા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે આ ગુરુદ્વારામાં શીખોની ધાર્મિક સંસ્કૃતિ ઉજાગર થશે અને માત્ર કોઇ એક જ ધર્મનું નહીં, તમામ લોકોને માટે આસનું કેન્દ્ર બનશે.
કરસેવા કી ખાતમુહૂર્ત કર્યા બાદ યોજાયેલી સંગતમાં સંબોધનમાં કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુરુ નાનકજીનું જીવન માત્ર શીખ સમાજ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેઓ સમગ્ર ભારતીય માટે આદર્શરૂપ છે. તેમાય ગુરુ ગોવિંદસિંઘજીએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિના ગૌરવ માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પતિ કર્યું હતું. ત્યારે, આવા વીરપુરુષોનો ઇતિહાસ ઉજાગર થાય એવું કરવાની સરકારની પણ જવાબદારી બને છે.
રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કચ્છ પ્રદેશ અત્યંત પ્રિય છે. તેમણે કરેલા પ્રયત્નોના પરિણામે કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિને ભારે વેગ મળ્યો છે. કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસી સફેદ રણની સો કાળો ડુંગર પણ ફરે, સ્મૃતિવન-ભૂજિયો ડુંગર, માંડવી, જૈન દેરાસર, બૌદ્ધ સર્કિટની સો લખપતના ગુરુદ્વારાના દર્શને આવે એવી સુવિધા અહીં ઉભી કરવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણીએ પ્રમ ગુરુદ્વારાના દર્શન કર્યા હતા અને બાદમાં લંગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શીખ સમુદાય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ સંત લખ્ખાસિંઘજી, અગ્રણીઓ અનિરુદ્ધસિંહ, વિમલભાઇ ગુજરાલ, જુગરાજસિંઘ, રાજુભાઇ સરદાર, રવિભાઇ સુરિ સહિત શીખ સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યો હતો.