ભારત એક એવો દેશ છે જ્યાં બધા તેહવાર મનાવામાં આવે છે. શ્રાવણ મહિનો આખો વ્રત નો મહિનો કહવાય છે. આ માહિનામાં અનેક હિન્દુ ધર્મના તેહવાર માનવમાં આવે છે, શીતળા સાતમ, રાંધણ છટ, બોર ચોથ જેવા તેહવાર આ દેશમાં ઉજવામાં આવે છે. આ તેહવાર મુખ્ય તત્વે ગુજરાતમાં ઉજવામાં આવે છે
બોળ ચોથને બોલ ચોથ અથવા બહુલા ચોથ પણ કહેવામાં આવે છે, આ વ્રત શ્રાવણ મહિનાની ક્રુષ્ણ પક્ષના ચોથના દિવસે ઉજવવામાં આવે છે. આ વ્રતના દિવસે ગાય અને તેના વાછરડાની પુજા કરવામાં આવે છે. આ વ્રત ખેડૂતો માટે ખાસ હોય છે.
આ દિવસે વર્તી ગાય અને વાછરડાને કંકુ ચોખાથી પુજા કરે છે અને સાથે બજારની કુલર બનાવે છે, પુજા કરી અને વાર્તા સાંભળીને પરિવારના બધા સાથે મલીને જમે છે જમવામાં બજરની કુલર, બજારના રોટલા ખાય છે, આ દિવસે કોઈ ધારવાળી વસ્તુ થી શાકભાજી સ્મારતા નથી.
ધાર્મિક મહત્વ :
આ દિવસનું મહત્વ માત્ર પશુ માટેનું છે આખું વર્ષ પશુ હેરાન થતાં હોય છે, જાણ અજાણતા આપણાંથી પશુ ને હાનિ પોહચતી હોય છે, આ દિવસે પશુની પુજા કરવામાં આવે છે. અને માફી માંગવામાં આવે છે સાથે કુલર ખવડાવામાં આવે છે. ખાસ કરીને ગાય ની પુજા કરવામાં આવે છે કારણકે ગાય એક એવું પ્રાણી છે જેમાં હિન્દુ સાસ્ત્ર અનુસાર બોળ ચોથ બત્રીસ કરોડ દેવતા બિરાજતા હોય છે.
આ દિવસ ખાસ કરી ને ખેડૂતો માટે વધારે મહત્વ ધરાવે છે , આખું વર્ષ આ લોકો ગાય ને ખેતી કામમાં ઉપિયોગ કરે છે. આ દિવસે ખેડૂતો ગાય માટે વ્રત રાખે છે અને માફી માંગી ને પુજા કરે છે. આ દિવસે પશુને સ્વછ સ્નાન કરવામાં આવે છે. અને વિવિધ વાનગી ખડવામાં આવે છે.
વૈજ્ઞાનિક મહત્વ :
આ દિવસે બધાજ બાજરીથી બનાવેલી વસ્તુ ખાય છે એનું મહત્વએ છે આખુ વરસ ઘઉં, ચોખા ખાય છે જ્યારે આ દિવસે બાજરો ખાય છે જેથી કરી ને શરીરમાં લોહી ચોખૂ થાય છે અને પાચન શક્તિમાં વધારો થાય છે.