- સિદસરમાં વેણુ કાંઠે હજારો દિવડાઓ -મશાલની સહસ્ત્રદિપ આરતી: ગંગા ઘાટ જેવા દ્રશ્યો સર્જાયા
- મહોત્સવમાં પ્રથમ દિવસે 44 કરોડ થી વધુ રકમનું દાન: ઉમિયા સમૃઘ્ધિ યોજના-3 માં દાતાઓ વરસી પડયા
વેણુ નદીના કાંઠે વસેલા સિદસર ખાતે પંચદિવસીય શ્રી1ા શતાબ્દી મહોત્સવમ ઉમાયા માતાજી મંદિર સિદસર દ્રારા અમલી બનાવાયેલ ઉમીયા સમૃધ્ધી યોજના-3 અંતર્ગત ગઈકાલે પ્રથમ દિવસે 44 કરોડ થી વધુના દાનની જાહેરાત દાતાઓ દ્વ્રારા કરવામાં આવી છે. વેણુ નદીના કાંઠે સાંજે યોજાયેલી સહસ્ત્રદિપ આરતીમાં પાટીદારોએ હજારો દિવડા- મસાલ સાથે જોડાયા હતા.લેેસર શો માં વેણુ નદીમાં ખાસ ઉભા કરવામાંં આવેલ પ્રતિબીંબ દ્વારા મા ઉમીયાના પ્રાગટયની ગાથા દર્શાવવામાં આવેલ હતી. આજે કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રાજયપાલ દેવવ્રત આચાર્યજીએ પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યુ.
પાટીદારોના કુળદેવી માં ઉમીયાના સાનિધ્યમાં ગઈકાલે વેણુ નદીના કાંઠે યોજાયેલ સહસ્ત્રદિપ મહા આરતીમાં હજારો દિવડા મશાલના સથવારે રંગારંગ દશ્યો સર્જાયા હતા. માં ઉમીયાના મંદિર સામે વેણુ નદીમાં લેસર શો દ્રારા માં ઉમીયાની ગાથા દર્શાવવામાં આવી હતી. ગંગા કિનારે થતી આરતીની માફક યોજાયેલ મહા આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પાટીદારોએ ભાવપૂર્વક ભાગ લઈ મહાઆરતી કરી હતી. માં ઉમીયાની આરાધના થકી સરસ્વતીના સાધના ના સુત્ર સાથે યોજાયેલ શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં સૈારાષ્ટ્રભરના પાટીદારો ભાગ લઈ રહયા છે. ઉમીયા માતાજી મંદિર સિદસર દ્રારા અમલી ઉમીયા સમૃધ્ધિ યોજનાલ્3 અંતર્ગત રૂા.400 કરોડના સામાજિક વિકાસ કાર્ય માટે ગઈકાલે મહોત્સવના પ્રથમ દિવસે દાતાઓએ રૂા.44 કરોડના દાતાની જાહેરાત થઈ હતી. પાટીદાર દાતાઓ વરસી પડયા હતા.
મહોત્સવના બીજા દિવસે કૃષિ સંમેલનમાં રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે ખેતી સાથે જોડાયેલ પાટીદાર સમાજે કૃષિ ક્ષ્ેાત્ર અનેક ક્રાંતીઓ સર્જી છે. પરંતુ જંતુનાશક દવા,રાસાયિણિક ખાતરના ઉપયોગ થી ખેતીની જમીન બિન ઉપજાવ બની છે. ત્યારે શાકભાજી, અનાજ, ફળોના ઉત્પાદન માટે દવાઓ રાસાયણીક ખાતરના ઉપયોગના બદલે પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણ અને ખેતી બચાવવા ખેડૂતોને આહવાન ર્ક્યુ હતું. કૃષિ સંમેલનમાં મહોત્સવના પ્રમુખ મૈાલેશભાઈ ઉકાણીએ ઉમિયા માતાજી મંદિર સિદસરની ઉમીયા સમૃધ્ધિ યોજના-3 માં પાટીદાર સમાજના દિલેર દાતાઓના સહયોગથી સામાજિક વિકાસના ભગીરથ કાર્ય થશે. પંચદિવસીય મહોત્સવની 10ર જેટલી સમિતીમાં દિવસ-રાત ફરજ બજાવી મહોત્સવને ચાર ચાંદ લગાવી દેનાર 6500 થી વધુ સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી.
રાજયના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિ સંમેલનમાં જણાવ્યું હતુ કે વિદ્યા સરસ્વતી,વિરતા માટે દુર્ગા, જીવન ઉત્કર્ષ્ા માટે લક્ષ્મી અને ધર્મ માટે જગતજનની માં ઉમીયા સહીત માતૃશિક્તની ઉપાસના કરવામાં આવે છે. પાટીદાર સમાજે શ્રી 1ા સતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે શિક્ષ્ણધામ સહીત સમાજ ઉપયોગી કાર્યના સંકલ્પો નવી પેઢી માટે શિક્ષ્ણ ઉન્નતિ અને પ્રગતીના દ્રાર ખોલશે. વ્યસન મુક્ત સમાજના નિમાર્ણ સહીત પ્રકોલ્પો શિક્ષ્ાીત પાટીદાર સમાજનું નવ નિમાર્ણ કરશ. જીવનમાં ધર્મ જોડાણ સારા કર્મમાં નિમીત બનશે. તેમણે સારા ખરાબ કર્મની વાત દ્રષ્ટાંત સાથે સમજાવી હતી. આજ વિશ્ર્વમાં ધાર્મિક સ્થાનો વધ્યા છે. છતાં માનવ જીવનમાં પ્રસન્નતા નો અભાવ જુવા મળે છે. ત્યારે આવા મહોત્સવ થકી સમાજમાં લોક કલ્યાણના કાર્યો થશે. અને રાષ્ટ નિમાર્ણમાં સહયોગી બનશે. શ્રી દેવવ્રતજીએ 400 કરોડની ઉમીયા સમૃધ્ધી યોજના-3 ને બીરદાવતા કહયુ હતુ કે શિક્ષ્ાણનું દાન એ શ્રેષ્ઠ દાન છે. ઝેર મુક્ત અને પ્રાકૃતિક ખેતી ની હિમાયત કરતા તેમણે વધુ ઉત્પાદન માટે યુરીયા, જંતુનાશક દવાના વપરાશથી ફળદુપ જમીન અને અળસીયા નાશ પામી રહયા છે. પિરણામે ભાત, ઘઉં જેવા અનાજોમાં 6પ ટકા પોષક તત્વો નાશ પામી રહયા નું વૈજ્ઞાનિક શોધમાં સાબીત થતું છે. જે માનવ જીવન માટે વિનાશક છે. ધરતી પર પ્રાકૃતિક ખેતી વધશે તો પાણી અને પર્યાવરણી બચત થશે. પિરણામે પ્રાકૃતિક ખેતીનું અને પાકૃતિક આહારનું ચલણ વધારવું જોઈએ. પ્રાકૃતિક આહારનું ચલણ વઘશે તો જ ઉત્પાદનમાં વધારો થશે.
યુવા સંમેલન
શ્રી 1ા શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે બપોર બાદ ત્રણ કલાકે યોજાયેલા યુવા સંમેલનમાં અધ્યક્ષ્ સ્થાને રાજકોટના ઉદ્યોગપતી ચીરાગભાઈ પાણે પાટીદાર યુવાનોને પિરવાર કુટુંબની ઓળખાણ મોટી કરવા જણાવયું હતું તેમજ દરરોજ પિરવાર જનોએ સાથે બેસી ગુરૂ સભા કરવી જોઈએ. યુવાનોને ઉદ્યોગ ધંધા માટે પ્લેટ ફોર્મ દિશા આપવા કાર્ય થવું જોઈએ તેવી નેમ વ્યક્ત કરી. યુવા સંમેલનમાં સુપ્રસીધ્ધ લેખક તથા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, યુવાઓએ જીંદગીની જંગ જીતવી હોય તો જાતે જ તરવું પડશે. હસતા મોઢે પડકારોને જીલવા તથા પ્રહાર કરવાની ક્ષ્ામતા કેળવવી પડશે. જગતમાં હાર જેવી ચીજ નથી કાંતો સીખવા મળશે કાંતો જીતવા મળશે. યુવાનોએ આત્મ વિશ્ર્વાસ વધારવા માટે અનુભવ વધારવો પડશે. ધીરજ અને આત્મ વિશ્ર્વાસ થકી સફળતા હાસલ થાય છે. તેમણે કૃષ્ણ,હનુમાનજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોના દ્રષ્ટાંત આપી સંમેલનને પ્રેરણા આપી હતી. આ સંમેલનમાં અતિથી વિશેષ્ તરીકે આઈઆઈટી મુંબઈના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં આઈ.આઈ.ટી ગર્લ્સમાં દ્રિજા ધર્મેશ પટેલ, યુવા ઉદ્યોગપતિઓ નિધેય પાણ, મનોજ વરમોરા, ઉપસ્થિત રહયા હતા. ઉમીયાધામના ટ્રસ્ટી હર્ષ્તિભાઈ કાવરએ સ્વાગત પ્રવચન આપેલ હતું.