પૂ.પલ્લવીબાઈ-પ્રસન્નતાબાઈ મ.ના સાનિધ્યમાં મનહરપ્લોટ જૈન સંસ્કાર યુવા ગ્રુપ આયોજીત આત્મલક્ષી યુવા શિબિર સંપન્ન
મનહરપ્લોટ જૈન સંઘ સંચાલીત જૈન સંસ્કાર યુવા ગ્રુપ આયોજીત અને પ્રજ્ઞા પૂ.હંસાબાઈ મ.ના અંતરવાસી શિલ્પા સાધ્વીરત્ના પૂ.પલ્લવીબાઈ મ. અને પૂ.પ્રસન્નતાબાઈ મ.ના સુમંગલ સાનિધ્યમાં રવિવારની સવારે અને પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક દિવસે જૈન સમાજના યુવાનો અને યુવતીઓ માટેની આત્મલક્ષી યુવા શિબિર શેઠ પૌષધ શાળાના વિશાળ હોલમાં અને ૧૧૨થી વધુ શિબિરાર્થી ઓની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.
સંઘ પ્રમુખ ડોલર કોઠારી અને યુવા ગ્રુપના કન્વીનર રાજેન્દ્ર વોરાએ ઉપસ્થિત સૌ શિબિરાચાર્યોનું સ્વાગત કરેલ હતું. રાજકોટના જૈન સમાજના જીજ્ઞાસુ અને જાગૃત યુવાનો અને યુવતીઓ સાધ્વીરત્ના પૂ.પ્રસન્નાતાબાઈ મ.એ મૃદ્રુભાષા અને મધુર શૈલીમાં ધર્મ શા માટે ?, કર્મનું કમ્પ્યુટર અને નવકાર મહામંત્રની ઓળખાળ જેવા વિષય પર સૌને અવગત કરતા વિશેષમાં જ્ઞાન પીરસતા પૂ.સતિજીએ જણાવ્યું હતું કે, ધર્મથી જ કર્મની નિર્જરા થાય છે. શ્રેષ્ઠ એવો જૈન ધર્મ ગયા ભવના પાવન પૂણ્યથી મળેલ છે. તેને સાર્થક કરવો તે આપણા હાથની વાત છે. કર્મ કયાં ભાવથી બાંધ્યા છે તે સૌને ભોગવવા પડે છે. કર્મ ન્યાયપ્રિય છે એવા મહાપ્રભાવક નવકારમંત્રની અડગ શ્રદ્ધા હરહંમેશ,હરેક પળે આરાધના કરવી તે પ્રત્યેક જૈનની ઓળખ છે. પ્રતિભાવમાં શિબીરાર્થી કહ્યું કે, વારંવાર દરેક સંઘોમાં આવી શિબિર યોજાય તો સૌ કોઈ ધર્મથી નજીક આવશે.પારિવારિક અલ્પાહાર બોકસ પ્રભાવના સંઘ તરફી રૂ.૨૦ની પ્રભાવના માતૃશ્રી સુશિલાબેન જયંતીલાલ નાગોદ્રા અને માતૃશ્રી શારદાબેન રતિલાલ જેચંદભાઈ દોશી પરિવાર તરફથી થયેલ હતી. શિબિરને સર્વાંગી સફળતા અપાવવા ડોલરભાઈ કોઠારી, કબુલભાઈ મહેતા, પ્રદિપભાઈ મહેતા, રાજેન્દ્ર વોરા, તુષાર અદાણી, સમીર શાહ સહિતનાઓ કાર્યરત રહ્યાં હતા.