જૈનમુનિની અબતકના આંગણે પાવનકારી પધરામણી,”અબતક” મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતા સાથે વિશેષ સંવાદ કરી સમાજને આપ્યો નવો સંદેશ
જૈન મુનિ આચાર્ય લોકેશમુનિ મ.સા.ની અબતકના આંગણે પાવનકારી પધરામણી થઈ હતી. તેઓએ અહીં આશીર્વચન પાઠવીને સમગ્ર વાતાવરણને ધાર્મિક બનાવ્યું હતું. તેઓએ અબતકના સુપ્રીમો સતીષકુમાર મહેતા સાથે ખાસ વાતચીત કરી અબતકના માધ્યમથી લોકોને સંદેશો પણ પાઠવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે ધર્મ મતલબ સંપ્રદાય નહિ, ધર્મ એટલે તો ક્ષમા, મૈત્રી, કરુણા, પ્રેમ અને ભાઈચારો. ભારતનો જે ધર્મ છે. જે સંસ્કૃતિ છે આજે વિશ્વ તેની તરફ જઈ રહ્યું છે. જે ગૌરવની વાત છે. તેઓએ ઉમેર્યું હતું કે આજે વિશ્વએ આયુર્વેદ, મેડિટેશન, યોગ, નેચરોપેથી અપનાવ્યું છે. આપણે પણ આ તમામ વસ્તુની નજીક જ રહેવું જોઈએ.
“જીઓ ઓર જીને દો” આનાથી મોટો કોઈ મંત્ર નથી
જીઓ ઓર જીને દો આનાથી મોટો કોઈ મંત્ર નથી. કોરોના કાળમાં આકાશમાં ઉડતો માણસ હેઠે આવી ગયો છે. લોકોને જૈનનું સૂત્ર જીઓ ઓર જીને દો સૂત્ર બરાબર સમજાઈ ગયું છે. પહેલા લોકો જૈનમુનિઓને કહેતા કે આ મોઢે શુ બાંધ્યું છે. હવે સામાન્ય લોકોએ પણ આ જો મોઢે ન બાંધ્યું હોય તો પોલીસવાળા પકડી લ્યે છે. જીઓ ઓર જીને દો વાસ્તવિક ધર્મ છે. અને સંયમ આધારિત જૈનની શૈલી એ ખરેખર વે ઓફ લાઈફ છે.
જૈન ધર્મ સાયન્ટિફિક અને મોસ્ટ રિલેવન્ટ છે
આચાર્ય લોકેશમુનિજીએ કહ્યું કે જૈન ધર્મ સાયન્ટિફિક અને મોસ્ટ રિલેવન્ટ છે. ડોકટરોએ કહે છે કે સુવાને 3 કલાક પહેલા રાત્રી ભોજન કરી લેવું જોઈએ. આવું જૈન ધર્મ તો વર્ષોથી કરે છે. આજે વજન ઓછું કરવા માટે 14 કલાકની બ્રેક લેવાનું ડોક્ટરો કરે છે. પણ જૈન ધર્મ વર્ષોથી નવકારશી કરે છે. જેમાં 14 કલાકની બ્રેક હોય છે. જૈન ધર્મમાં જણાવેલ ગરમ પાણીની મહ્ત્વતા લોકોને આજે સમજાઈ છે. આવી જ રીતે મહાવીર સ્વામીએ કહ્યું હતું કે વનસ્પતિમાં જીવ છે. એ બાદમાં જગદીશચંદ્રએ કહ્યું હતું.
જૈનોની માઈનોરિટી ભલે રહી, પણ શ્રેષ્ઠ કાર્યોમાં તો મેજોરીટી છે
આચાર્ય લોકેશમુનિજીએ જણાવ્યું કે જૈનોની માઈનોરિટી છે. પણ શ્રેષ્ઠ કાર્યોમાં તો તેઓની મેજોરીટી છે. આ જૈનો સરકારને રેવન્યુ ચુકવવામાં પણ સૌથી આગળ છે. જૈન સમાજ એ શાંત અને અહિંસા પ્રેમી છે. કોરોનાકાળમાં જૈન સમાજે ખૂબ સેવા કાર્યો કર્યા છે. આવી જ રીતે કોરોનાકાળમાં તો તમામ ધર્મોએ સેવાકાર્યો કર્યા હતા. જે ધન્યવાદને પાત્ર છે.
જૈનોની એકતા વધશે, તો સેવાકાર્યો બમણા થશે
આચાર્ય લોકેશમુનિ મ.સા.એ કહ્યું કે સંગઠનમાં ખૂબ શક્તિ છે. જો સંગઠન ન હોય તો ભવિષ્ય નથી હોતું. જૈનોએ પણ પોતાનું સંગઠન હજુ વધુ મજબૂત બનાવવું જોઈએ. જૈનોમાં એકતા હજુ વધશે તો સેવાકાર્યોનું પ્રમાણ પણ હજુ વધશે. કારણકે સંગઠનથી કાર્ય વધુ સારી રીતે કરી શકાય છે.
અસામાજીક પ્રવૃતિઓ સામે ધર્મગુરૂઓએ પણ આગળ આવવું જોઈએ
ધર્મના ત્રણ આયામ છે. એક ઉપાસના, બીજું નૈતિકતા અને ત્રીજું અધ્યાત્મ. ધર્મને હવે અધ્યાત્મ સાથે જોડવાની જરૂર છે. આજે ધર્મગુરુએ પણ અસામાજીક પ્રવૃતિઓ સામે આગળ આવવું જોઈએ. મારી સંસ્થાએ ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ, ભૃણ હત્યા સામે અભિયાનો શરૂ કર્યા છે. મે દિલ્હીના અરિહંત નગરમાં ઠેર ઠેર દારૂની દુકાનો શરૂ થવા સામે પણ વિરોધ નોંધાવ્યો છે.
સરકારે જન સંખ્યા નિયંત્રણનો કાયદો લાવવો જ જોઈએ
આચાર્ય લોકેશમુનિએ કહ્યું કે સરકારે જન સંખ્યા નિયંત્રણનો કાયદો લાવવો જ જોઈએ. આબાદીનો વિસ્ફોટને નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળતા મળી છે. પર્યાવરણની સમસ્યા પાછળ પણ જનસંખ્યા જ જવાબદાર છે. જન સંખ્યાના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હું અપીલ કરું છું કે જન સંખ્યા નિયંત્રણમાં લાવવા માટે કાયદો ઘડવો જ જોઈએ.
મારી દ્રષ્ટિએ કોરોના એ જૈવિક યુદ્ધ, જવાબદારને દંડ આપવો જોઈએ
આચાર્ય લોકેશમુનિ મ.સા.એ કોરોના વિશે કહ્યું કે મારી દ્રષ્ટિએ કોરોનાએ જૈવિક યુદ્ધ છે. આ વાયરસ કોઈએ બનાવ્યો છે. અને નુકસાન પહોંચાડવા માટે તેને છોડવામાં આવ્યો છે. વિશ્વએ ભેગું થઈને આવું કરનાર જવાબદારને શોધવો જોઈએ અને તેને દંડ આપવો જોઈએ.
ભલે હું દિલ્હી હોય, પણ અબતકના સમાચારો નિયમિત વાંચું છું
આચાર્ય લોકેશમુનિએ કહ્યું જે ભલે હું દેશની રાજધાની દિલ્હીમાં હોય, પણ હું નિયમિત અબતકના સમાચારો વાંચું છું. અબતક એવું સમાચારનું માધ્યમ છે જે ધાર્મિક, અહિંસાવાદી અને માનવતાવાદી વિચારોને ખૂબ મોટું સ્થાન આપે છે. હું દિલ્હીમાં રહીને અબતકના તમામ અહેવાલો વાંચુ છું. જેમની નિગરાની અને માર્ગદર્શન હેઠળ આ સારું કાર્ય થઈ રહ્યું છે તેવા અબતકના મેનેજીંગ ડિરેક્ટર સતિષકુમાર મહેતાને હું આશીર્વાદ આપું છું.
થેલેસેમિયા મુકત ગુજરાત, થેલેસેમિયા મુકત ભારત
લાઈફ પ્રોજેકટ દ્વારા ‘નો યોર બ્લડ ગ્રુપ’ની મુવમેન્ટનો પ્રારંભ: 41માં સ્થાપના વર્ષે યોજાયો કાર્યક્રમ
લોકસભા અને વિધાનસભામાં ખાસ ખરડો આવે તે માટે પ્રયાસો
આજના સમયમાં લોકોને બ્લડ સાથે જોડાયેલ ઘણા પ્રકારની બીમારી થાય છે. થેલેસેમિયા પણ લોહી સાથે સંબંધિત બીમારી છે. થેલેસેમિયા અંતર્ગત હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયા ખુબ ખરાબ રીતે અવ્યવસ્થિત થઇ જાય છે જેના કારણે રેડ બ્લડ સેલ્સની સંખ્યા ઓછી થવા લાગે છે . થેલેસેમિયાથી પીડિત રોગી એનિમિયાની ચપેટમાં આવી શકે છે ભારતમાં થેલેસેમિયાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવા સંજોગોમાં છેલ્લાં ઘણાં સમયથી થેલેસીમિયા સામે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી રહેલા લાઈફ બ્લડ સેન્ટર દ્વારા માત્ર રાજકોટ કે ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશને થેલેસીમિયા મુક્ત કરવા માટે નિર્ધાર કરાયો છે અને આ માટે લોકસભા તથા ગુજરાત વિધાનસભામાં ખાસ ખરડો પસાર થાય તે માટે પ્રયાસો પણ શરુ કરવામાં આવ્યા છે.
લાઇફ બ્લડ સેન્ટર અને પ્રોજેક્ટ લાઇફનાં જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી મીતલ કોટિયા શાહે આજે એક પત્રકાર પરિષદમાંં જણાવ્યું છે કે , થેલેસીમિયા મુખ્યત્વે આનુવંશિક બીમારી છે જે માંતાપિતામાંથી તેમનો બાળકોમાં થતી હોય છે આ બીમારીમાં બાળકોમાં લોહીની ઉણપ સર્જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.
તેમણે જણાવ્યું હતું કે આ એક જન્મજાત રોગ છે જે દર્દીને તેના માતા- પિતા પાસેથી મળે છે તેનો સીધો અર્થ છે કે થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે .તેમણે કહ્યું કે જ્યારે બન્ને માતા- પિતાને થેલેસેમિયા માઈનોર હોય છે, ત્યારે તેમના બાળકને થેલેસેમિયા મેજર થવાની શક્યતા રહે છે થેલેસેમિયાવાળા બાળકોને વારંવાર લોહી ચડાવવાની જરૂર પડે છે.સામાન્ય રીતે હિમોગ્લોબિન 12 થી ઉપર હોવું જોઈએ જે બાળકોનું હિમોગ્લોબિન 4-9 સુધી હોય છે . તેમને દર મહિને લોહીની જરૂર પડે છે.
તેમણે કહ્યું છે કે , થેલેસેમિયાને શોધવા માટે લોહીના હિમોગ્લોબિન એય પી એલ સી (ઇંઙઈ ) નું પરીક્ષણ કરવામાં આવે છે લગ્ન પછી , પતિ- પત્નીએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ જેથી જન્મ લેનાર બાળકને આ બીમારીથી સુરક્ષિત રાખી શકાય . થેલેસેમિયાથી પીડિત બાળકમાં ધણી નબળાઇ , શ્વાસની તકલીફ , બરોળનું મોટું થવું અને યહેરામાં ફેરફાર થાય છે આ બયા લક્ષણો દ્વારા રોગ ઓળખી શકાય છે .
થેલેસીમિયાથી બચવા માટે માતા – પિતાએ બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ સંતાન થયા પછી તેનું પણ બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ . ઉપરાંત ગર્ભાવસ્થાના ચાર મહિના પછી ગર્ભની સ્થિતિ તપાસવી જોઈએ . બ્લડ બેન્કિંગ ક્ષેત્ર ઉપરાંત થેલેસીમિયા નાબુદી માટે વરસોથી કાર્યરત લાઇફ બ્લડ સેન્ટર આગામી તા .6 ઠ્ઠી જાન્યુઆરીના રોજ તેની સ્થાપનાના 41 વર્ષ પુરા કરી રહ્યું છે અને આ નિમિત્તે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ થેલેસીમિયા મુક્ત થાય તે માટે ઝુંબેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લાઈફ બ્લડ સેન્ટરની આ ઝુંબેશને પ્રોત્સાહિત કરવા માટે દિલ્હી સ્થિત અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આયાર્ય ડો લોકેશજી સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, જિલ્લા કલેકટરી મહેશ બાબુ , મ્યુની કોર્પોરેશન કમિ. અમિત અરોરા
શશીકાંત કોટીયા મેનેજીંગ ટ્રસ્ટી, પ્રોજેકટ લાઈફ ડો. કથીરીયા, નરેશભાઈ પટેલ ઉદ્યોગપતિ પટેલ બ્રાસ, ચંદ્રકાંતભાઈ શેઠ, જૈન અગ્રણી, ગુણવંતભાઈ ડેલાવાળા પરીન સોમાણી તથા શહેરના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેક્ટ લાઈફ માટે લાગણી ધરાવનાર મહાનુભાવો જયારે આ કાર્યક્રમની શોભા વધારવા પ્રત્યક્ષ પહોંચી ના શક્યા પરંતુ તેઓનો હૃધ્ય ભાવ તો તેમના સંદેશાઓ થકી પહોંચાડ્યો તેવા મહાનુભાવોમાં મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ભુપેન્દ્રભાઈ પટેલ અને યુનિયન કેબિનેટ મિનિસ્ટર પરસોત્તમ રૂપાલા અસિત કુમાર મોદી તથા ડો . સુધીર પરીખ, લાઈફ ગ્લોબલ ના ચેરમેન ની શુભેચ્છાઓ આપી હતી.
દેશમાં આઝાદી કી અમૃત મહાત્સવ ચાલી રહ્યો છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે તેના એક ભાગ રૂપે લાઇફ બ્લડ સેન્ટર દ્વારા આજે આ મહાનુભાવો ઉપરાંત સંસદ સભ્ય મોરિયા ડો . પ્રદીપ ડવ મેયર રાજકોટ શહેર રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબૂ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા વગેરેની ઉપસ્થિતિમાં સાંજે 5 થી 7 દરમિયાન પ્રોજેક્ટ લાઇફ બિલ્ડીંગમાં થેલેસીમિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ થેલેસીમિયા મુક્ત ગુજરાત ભારત ઝુંબેશને વેગ આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
રામભાઈ આ ઉપરાંત ડો . સંજીવ નંદાણી દ્વારા વિશેષ કહી શકાય એવી ની યોર બ્લડ ગ્રુપ ” (તમે તમારા લોહીનું ગ્રુપ જાણો ) ઝુંબેશનો પણ પારંભ કરવામાં આવશે આ ઝુંબેશ અંતર્ગત રક્ત દાનને પ્રોત્સાહન આપવા ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારને એક દરખાસ્ત કરવામાં આવશે જેમાં લોકોના આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ , જન્મના પ્રમાણપત્ર , લગ્ન નોંધણી પ્રમાણપત્ર પાસપોર્ટ , સરકારી જાહેરખબરો રેશન કાર્ડ વગેરેમાં જે તે વ્યક્તિના બ્લડ ગ્રુપનો ઉલ્લેખ ફરજીયાત કરવાની જોગવાઇ કરવામાં આવે જ્યાં વધુ કર્મચારિયો કાર્યરત હોય તેવા ઔધોગિક એકમો / સંસ્થાઓ / સરકારી કચેરીયોએ તેમના કમચારિયો ના બ્લડ ગ્રુપ ની ડીરેક્ટરી ફરજીયાત બનાવવી તેવી માંગ છે
આમ કરવાથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં લોકોના બ્લડ ગ્રુપની તાત્કાલિક જાણ થઇ શકે છે અને તેની સારવાર પણ ઝડપી થઇ શકે છે