માઁ જગદંબાના નવલાના નોરતાના પડધમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટમાં દોઢ દાયકાથી અર્વાચીન રાસોત્સવને પારીવારીક પરંપરાનું રુપ આપવાની પહેલ કરનાર કલબ યુવી દ્વારા દર વર્ષ કઇક નોખુ અનોખુ અને નવુ આયોજનની ઉભી કરેલી પરંપરા આ વર્ષે પણ બારકોડેટ પાસ અને હાઇટ્રેક સ્ટેજની સવલતો આપશે.

‘અબતક’ ની મુલાકાતે આવેલ કલબ યુવીના આયોજકો કલબના ડાયરેકટર કાંતિભાઇ ઘેટીયા, બીપીનભાઇ બૈરા, પ્રફુલભાઇ કાથરોટીયા, સુરેશભાઇ ઓગણજા, સંદીપભાઇ માકડીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, નરેન્દ્રભાઇ ઘેટીયા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા અને રજનીભાઇ ગોલે કલબ યુવીના રાસોત્સવમાં આ વર્ષે પણ આધુનિક ટેકનોલોજીના સાથે ખેલૈયાઓને સુવિધા, સુરક્ષા, શાંતિ સલામતી અને પારીવારીક માહોલ પ્રદાન કરવાની વ્યવસ્થા ગોઠવી છે.

‘અબતક’ની મુલાકાતમાં કલબ યુવીના આયોજકોએ આપી નવરાત્રી મહોત્સવની વિગતો

રાજકોટ શહેરમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય અદભુતઆયોજન કરવામાં આવે છે.  14 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયામ સિદસર પ્રેરીત કલબ યુવી  નવરાત્રી મહોત્સવ-2023 ની તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકીછે. 1પમાં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું જાજરમાન આયોજન થયું છે. રાજકોટ શહેરમાં સેક્ધડ 1પ0 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ હાઉસ ખાતે સ્પેડવેલ પાર્ટી પ્લોટથી આગળ વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે.

કલબ યુવી દ્વારા તા. 1પ-10-23 થી 23-10-23 દરમ્યાન રાજકોટના આંગણે પારીવારિક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમગ્ર પાટીદાર સમાજ  દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે.

કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા, ક્ધવીનર કાંતિભાઇ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો એમ.એમ. પટેલ, જીવનભાઇ વડાલીયા, મનુભાઇ ટીલવા, શૈલેશભાઇ માકડીયા, જવાહરભાઇ મોરીના માર્ગદર્શન હેઠળ નવા બીપીનભાઇ બેરા, પ્રફુલભાઇ કાથરોટીયા, સુરેશભાઇ ઓગણજા, સંદીપભાઇ માકડીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, નરેન્દ્રભાઇ ઘેટીયા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયાની ટીમ સાથે 14 સભ્યોની કોર કમીટીમાં દિનેશભાઇ ચાપાણી, હર્ષિતભાઇ કાવર, હરીભાઇ કલોલા, રજનીભાઇ ગોલ, અતુલભાઇ ભુત, રેનીસભાઇ માકડીયા, દિનેશભાઇ વિરમગામા, યોગેશભાઇ કાલરીયા, વસંતભાઇ કનેરીયા, ચંદ્રેશભાઇ શીરા, દીલીપભાઇ ઝાલાવડીયા, રવિભાઇ ચાંગેલા, હસુભાઇ નાર, ચેતનભાઇ ભુત ઉપરાંત 91 સભ્યની કમીટીએ સાથે મળીને  તૈયારીઓનો શુભારંભ કર્યો છે.

કલબ યુવીના કોડીનેટર ડાયરેકટર કાંતિભાઇ ઘેટીયાએ જણાવ્યું હતું કે, દોઢ દાયકા પૂર્વે અર્વાચીન રાસોત્સવને પારિવારીક માહોલમાં નવરાત્રીસ્વરુપ આપનાર કલબ યુવીએ મા ઉમિયાની ભકિતની સાથો સાથ સંગઠનની શકિતનો સરવાળો કરી એક નવી જ કેડી કંડારી છે.

અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબયુવી ના આમંત્રીત ટ્રસ્ટી બીપીનભાઈ બેરાએ જણાવ્યુ છે કે સતત 15 માં વર્ષે નવરાત્રી મહોત્સવના જાજરમાન આયોજન માટે આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સંપૂર્ણ સલામતી સાથે કોઇપણ સમાજની બહેન – દિકરી કલબ યુવીમાં ગરબા રમવા આવે ત્યારે માતા – પિતાને તેની ચિંતા રહેતી નથી આધુનીક ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા ખૈલેયાઓ માટે બારકોડ એન્ટ્રી પાસ બનાવાયા છે . જેના થકી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેતા સમયે તથા ગ્રાઉન્ડની બહાર એકઝિટ થતા સમયે વાલીઓને મેસેજ દ્વારા જાણ થશે

નવરાત્રી મહોત્સવમાં 10,000 પરાત્રીનો આનંદ માણી શકે તે માટે 18 હજાર વાર જગ્યામાં સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ , મહેમાનો – આમંત્રીતો માટે ખેલૈયાઓ રમી શકે અને 30,000 દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને ખાસ 6 ગેલેરી , સ્પોરશીપ કંપની માટે ર 3 થી વધુ પેવોલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા , આર્કષક લાઇટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફુટની એલ.ઇ.ડી. થી સજજ મિકસર સ્પેસ તેમજ મેઇન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઇ.ડી. કિન ફોરમેટ થી સજાવટ થશે . ગ્રાઉન્ડ ઇન્ચાર્જ રજનીભાઇ વિરોજાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે .

કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં સિંગર તરીકે મયુર બુઘ્ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, જયેશભાઇ પનારા, ધીરુભાઇ નાદપરા, બીપીનભાઇ ધુલેસીયા, ડો. ભરતભાઇ ઘેટીયા, મગનભાઇ સંતોકી, મમતાબેન ઘોડસરા, કાજલબેન કાસુન્દ્રા, સુરેશભાઇ જાવીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સર્જી સૌને એક તાલે ડોલાવશે. મુંબઇના શહેનાઇ વાદક નિલેશ ઘુમાલ, વાયોલીનમાં સાગર બારોટ, ગીટાર હિરેન પીઠડીયા, ઓકટોપેડ ફિરોજભાઇ, રીધમીસ્ટ તરીકે નાસીરભાઇ તથા સિરાજભાઇ ખચાર, મ્યુઝીક એરેજમેન્ટમાં અંકુર ભટ્ટ, સાઉન્ડ એન્જીનીયર શ્રેય કોટેચા સહીતના કલાકારો ઘુમ મચાવશે.

કલબ યુવીની આ પારીવારીક નવરાત્રી મહોત્સવ -2023 ખૈલયાના પાસ તેમજ ફોર્મ નું વિતરણ યુવી કાર્યાલય નક્ષત્ર હાઇટસ્ નક્ષત્ર -3 , રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે , 150 ફુટ રીંગ રોડ ( મો . 94082 71451 ) પુષ્કરભાઇ પટેલ હરીભાઇ પટેલ નું કાર્યાલય પંચવટી મેઇન રોડ શિતલ ટ્રાવેલ્સ પંચાયત નગર રૂપ બ્યુટી શોપ સ્વામીનારાયણ ચોક , ક્રિષ્ના ઝેરોક્ષ સરદાર નગર મેઇન રોડ , ક્રિષ્ના કેન્ડી સૂવર્ણભૂમી સ્પીડવેલ ચોક રાધે પ્રવિઝન સ્ટોર ગાંધી સ્કૂલ નાનામૌવા રોડ , ઉમિયાજી પાન યોગેશ્વર પાર્ક , ડી – લાઇટ ફ્રેન્સી ઢોસા અંબીકા ટાઉનશીપ , શ્રી નાથ બ્યુટી શોપ , પ્રદ્યુમન એપા . આલાપ હેરીટેજ સામે ( મો . 81414 22599 ) , પટેલ પાન એન્ડ કોલ્ડીંકસ કલ્પવૃક્ષ કોમ્પલેક્ષ સીલ્વર – ગોલ્ડ રેસીડેન્સી , નચિકેતા સ્ટેશ્મરી મોલ , એસ્ટ્રોન ચોક , પર મેળવી શકાશે તેમ કલબ યુવીના મીડીયા ઓર્ડીનેટર રજનીભાઇ ગોલે જણાવ્યુ છે.

પારિવારીક માહોલ એજ કલબ યુવીની સફળતા: મૌલેશભાઇ ઉકાણી

કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીના જણાવ્યા મુજબ સહીયારા પુરૂષાર્થ થકી પારીવારિક માહોલનું નિર્માણ કરવાનો હેતુ સાથે સાંસ્કૃતિક કલબ ‘ કલબ યુવી’ની સ્થાપના કરવામાં આવી છે . . અર્વાચીન યુગમાં પણ પ્રાચીન પરંપરાને ધબકતી રાખવાને સાથોસાથ સમાજ શ્રેષ્ઠીઓ , અને પરિવારજનોની ઉપસ્થિતિ વચ્ચે જ બાળકો અને યુવાનો નવરાત્રી મહોત્સવને માણે તેવા અનોખા આયોજનને સફળ કરવામાં છેલ્લા 14 વર્ષ થી કલબ યુવી ને સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.