Abtak Media Google News
  • સાળંગપુર ખાતે ચાલતી ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીમાં સી.આર.પાટીલનું મોટું નિવેદન: મેં હાઇકમાન્ડને વિનંતિ કરી છે આપને પણ અરજ કરું છું

સાળંગપુર ખાતે ચાલી રહેલી ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ખુબ જ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કારોબારી સમક્ષ પોતાને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવાની અરજ કરી હતી. આજે બીજા દિવસે તેઓએ ઉદ્ઘાટન સંબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદ મેં  હાઇકમાન્ડને વિનંતી કરી છે કે મને તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી મુકત કરવામાં આવે આજે આપ સમક્ષ પણ આવી જ અરજ કરી રહ્યો છું તેઓના આ નિવેદનથી કારોબારીમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને નેતા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.પક્ષમાં આપણે જ નિર્ણય કર્યો છે કે એક વ્યક્તિ એક હોદો આ નિયમનો પાલન થવું જોઈએ મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી કરવા માટે હું આપને સમક્ષ વિનંતી કરી રહ્યો છું.

બોટાદ જિલ્લાના સાળંગપુર  ખાતે ચાલી રહેલી  ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકની આજે સાંજે પૂર્ણાહુતિ થશે આજે કારોબારીના બીજા અને અંતિમ દિવસે અલગ અલગ સેશનમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે અલગ અલગ  ઠરાવ પસાર કરવામાં આવશે  પક્ષના સંગઠાત્મક  કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.

પ્રદેશ ભાજપની કારોબારી  બેઠક સમયાંતરે રાજયના અલગ અલગ જિલ્લાઓમાં  યોજવામાં આવે છે. સામાન્ય રીતે  કારોબારી બેઠકમાં  જેતે જિલ્લા કે  મહાનગરનાં પ્રમુખ અને  મહામંત્રીઓને આમંત્રણ આપવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત વોર્ડ પ્રમુખ મહામંત્રી, મંડળ પ્રમુખ અને મહામંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બોટાદ  જિલ્લાના સાળંગપુર ખાતે ગઈકાલ સાંજથી ભાજપની કારોબારી બેઠકનો આરંભ થટો છે.  ગઈકાલે રજીસ્ટ્રેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન  આજે બીજા દિવસે સવારથી અલગ અલગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  સંબોધન સો બીજા દિવસે કારોબારી બેઠકનો આરંભ થયો હતો. કેન્દ્રીય  મંત્રી પિયુષ ગોયલે પણ સંબોધન કર્યું હતુ.

પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશભાઈ પટેલ દ્વારા શોક  પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાાં ભાજપના  દિવંગત દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોને  બે મિનિટનું   મૌન પળી  શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત એનડીએ સરકારનું  ગઠન થતા તથા સતત ત્રીજી વખત  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતારૂઢ થતા કારોબારીમાં અભિનંદન પાઠવતો ઠરાવ  પસાર કરવામાં આવ્યો હતો.

ભોજપ વિરામ બાદ બપોર પછીના  પ્રથમ સેશનમાં લોકસભાની  ચૂંટણી અને  વિધાનસભાની  પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના  સાંસદો તથા ધારાસભ્યોનું કારોબારી  બેંકમાં સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ  બીજા  સેશનમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા લોકસભાની ગત ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની  ચૂંટણીમાં ભાજપને  ધારી સફળતા મળી નથી સતત ત્રીજી વખત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો પક્ષનો લક્ષ્યાંક અધૂરો  રહ્યો છે.   બનાસકાંઠા  બેઠક ભાજપ  પાસેથી કોંગ્રેસ આંચક લીધી છે. 26 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક  રાખવામાં આવ્યો હતો. માત્ર પાંચ બેઠકો જ પાંચ લાખની લીડથી ભાજપ જીતી શકયું છે. ચૂંટણી પરિણામની સમીક્ષાનો રિપોર્ટ સંગઠન મહામંત્રી રત્નાકરે કારોબારીમાં  રજૂ કર્યો હતો. સાથોસાથ પક્ષના આગામી સંગઠાત્મક  કાર્યકરોની  રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વિશેષ ટીપ્પણી કરવામાં આવી હતી. જયારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સમાપન સંબોધન કર્યું હતુ.

આગામી દિવસોમાં  જિલ્લા તથા  મહાનગર કક્ષાએ  ભાજપની કારોબારી બેઠકો યોજાશે જેમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં  પસાર થયેલા ઠરાવોને અનુમોદના આપવામાં આવશે.

રિસાયેલાઓને  મનાવવા નેતાઓને અપાશે હોમવર્ક

ભાજપની નારાજ અને પક્ષથી દુભાયેલા-કપાયેલા નેતાઓ કાર્યકરોને  મનાવવા માટે  પક્ષના કેટલાક  સિનિયર નેતાઓને ખાસ હોમવર્ક કારોબારી બેઠકમાં આપવામાં આવે તેવી સંભાવના છે. સ્થાનિક સ્વરાજયની  ચૂંટણી આવી રહી છે. જેમાં મુદાઓ કરતા વ્યકિતગત તાકાત વધુ મહત્વપૂર્ણ રહેતી હોય છે. લોકસભાની ચૂંટણીમાં જે રિતે ભાજપને ધારી સફળતા મળી નથી. આવામાં હવે વર્ષોથી પક્ષ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા અને એકયા બીજા કારણોસર સાઈડ લાઈન થઈ ગયેલાઓને મનાવ હવે સંગઠનને વધુ મજબુત કરવાની વ્યુહરચના પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. નારાજ, ટિકિટમાં કપાયેલા કે દુભાયેલા ને  બોર્ડ નિગમમાં સ્થાન અપાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.