• મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું શિફટીંગ થતાં
  • ઇમરજન્સી બિલ્ડીંગમાં મેડિસીન, ટ્રોમામાં ઓર્થોસેફટીક ઓટી અને ઓપીટી: બિલ્ડીંગમાં મોટા પ્રમાણમાં ફેરફારથી દર્દીઓને રાહત

સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે વિના મૂલ્ય સારવાર માટે  રાજકોટ  સિવિલ હોસ્પિટલ એ આશીર્વાદરૂપ  સમાન છે.ગત થોડા દિવસો અગાઉ આરોગ્ય સચિવની સીવિલ હોસ્પિટલની મુલાકાત બાદ આપેલી સૂચનાના આધારે દર્દીઓની વિશેષ સુવિધા માટે સિવિલ તંત્રએ દર્દીથી ભરેલી ભરકચ લોબી ઓછી કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોરના અને ટ્રોમા સેન્ટરમાં સહિતમાં  વોર્ડ સ્થળાંતર અને  ફેરફારો હાથ ધર્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ નું ગાયનેક વિભાગ જૂના જનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવા નિર્મિત બિલ્ડીંગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે

રાજ્ય સરકાર દ્વારા અતિ આધુનિક નવી ઝનાના હોસ્પિટલમાં દર્દીઓ સેવા લઇ રહ્યા છે, ત્યારે ઝનાના અને કે.ટી. ચિલ્ડ્રન વોર્ડ તથા હોસ્પિટલ ની તમામ સાધન સામગ્રી નવી ઝનાના બિલ્ડીંગમાં ખસેડી લેવાતા ઈમરજન્સી ટ્રોમા અને ઓ.પી.ડી. બિલ્ડીંગમાં ઘણા  ફેરફાર માટે સિવિલ સુપરિટેન્ડેન્ટના આર.એસ. ત્રીવેદીના નેતૃત્વમાં આ કામગીરીનું આરંભ કરી દેવામાં આવ્યો છે. જે ઘણી વહેલી તકે દર્દીઓ માટે વ્યવસ્થાના ભાગરૂપ નવા વિભાગો તરીકે કાર્યરત થશે.નવી જનાના હોસ્પિટલ કાર્યરત થયા બાદ ખાલી પડેલા વોર્ડમાં નવા વિભાગોનું સ્થળાંતર કરવાના સુપ્રિટેન્ડેન્ટના  નિર્ણયથી દર્દીઓને પડતી હાલાકીને ઉકેલ લાવી ભરચક ભરાઈ જતી લોબી હવે ઘણી ખરી રીતે દર્દીને મોકળાશ આપશે.

એન્ટી કેર મધરને લગતા વોર્ડમાં હવેથી લેબ કલેક્શન એકપેન્સન તરીકે ફેરવાયો

સિવિલ ગ્રાઉન્ડમાં આવેલી ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓર્થોપેડીકને લગતી કામગીરી માટે ફાળવી ઓર્થોપેડીકને લગતા દર્દીઓ માત્ર ગ્રાઉન્ડ ફલોરમાં

ઓર્થોનાં દર્દીની હાલાકી ઓછી થશે જ્યારે અહી કાર્યરત રૂમ  નં  9 જે એન્ટી કેર મધર ગાયનેક લગતો હતો પરંતુ જનાના હોસ્પિટલ નિર્માણ બાદ આ ખાલી પડેલ જગ્યામાં લેબ કલેક્શન એકપેન્સન જેમાં ઓર્થોના દર્દીના  બ્લડ સેમ્પલ લગતી કામગીરી કરવામાં આવશે.જેથી લોબીમાં થતો ભરચક દર્દીનો ઘસારો ઓછો થશે.

ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલો મેડિસન વિભાગ પ્રથમ માળે ખસેડાયો

ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં 8 માં આવેલો મેડિસિન વિભાગએ  પ્રથમ માળે આવેલા રૂમ નં 16. અને 19માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જેથી પ્રથમ માળે હવેથી મેલેરિયા,પેટમાં દુખાવો,તાવ,બ્લડ પ્રેશરના દર્દી ,ડાયાબિટીસ ,લકવો સહિતના રોગના દર્દીઓ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવનાર છે જેથી મેડીસીનના દર્દી અને ઓર્થોં દર્દીઓ માટે થતી હાલાકી એ ઘણી ખરી રીતે ઓછી થશે.

દર્દીના હિત માટે પી.ડી.યુ. સિવિલ હરહંમેશ સજજ: આર.એસ. ત્રિવેદી

સિવિલ  સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને  કચ્છની સૌથી મોટી હોસ્પિટલ પી.ડી.યૂ. સીવીલ હોસ્પિટલ છે અને વડાપ્રધાન નરનેદ્ર મોદી દ્વારા ગત 25 ફેબ્રુૂઆરીનાં નવી ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ  થયા બાદ ગાયનેક અને કે.ટી. ચિલ્ડ્રન વોર્ડને સિવિલમાંથી નવી ઝનાનામાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. પી.ડી.યુ.  સિવિલ હોસ્પિટલમાં કુલ  38 વિભાગો છે આ દરેક વિભાગનું યોગ્ય સંચાલન  કરવા બદલ વોર્ડ વ્યવસ્થામાં ઘણો ફેરફાર  કરવામાં આવ્યો  સીવીલ હોસ્પિટલમાં દરરોજ ચાર હજાર ઓ.પી.ડી. અને બે  હજાર બેડની હોસ્પિટલ હોય, જેથી દર્દીઓને  યોગ્ય સારવાર માટે  વ્યવસ્થિત  સંચાલન  કરવામાં મુશ્કેલી ઉભી થતી હતી જેમાં નવા ફેરફાર રૂપે પ્રથમ  વધારો સુધારો   ઓ.પી.ડી.  થી શરૂ  કરવામાં આવ્યો છે. ઓ.પી.ડી.  વિભાગના  ગ્રાઉન્ડ ફલોરમાં  મેડીસીન ઓ.પી.ડી. અને હાડકાનું ઓ.પી.ડી. આ બંને સાથે કામગીરી ૈઆપે છે. જેથી ગ્રાઉન્ડ ફલોર પર ફીટનેસ સર્ટીફીકેટની કામગીરી હાડકાના દર્દીઓ કે જે સ્ટ્રેચર અને વ્હીલચેરનો  ઉપયોગ કરે,  આ ઉપરાંત  એકસરેના દર્દી હોય છે. જેનાથી ગ્રાઉન્ડ  ફલોર પર  દર્દીઓનો  ઘસારો  વધે છે.  અને અગવડતા ઉભી થતી હતી આ  અગવડતાને દૂર કરવા ઓથો;.ની સામે આવેલા હાડકા વિભાગને   મેડીસીન ઓ.પી.ડી.ની. જગ્યા ફાળવી  દેવામા આવી છે. આ  કાર્ય માટે પી.આઈ.ને સુચન આપી દેવામાં આવ્યા છે. આ માટે બંને વિભાગ સાથે વાતચીત કરી  વોર્ડ સ્થળાંતર ના ઓર્ડર  પણ આપી દેવામાં આવ્યા છે.

ગ્રાઉન્ડ ફલોર પર ફાળવી દેવામાાં આવેલુહ મેડીસીન ઓ.પી.ડી.ને  સ્થળાંતર કરી દેવાથી હાડકા વિભાગને બમણો વિસ્તાર મળી રહેવાનો છે. જેથી  દર્દીઓની મોટી લાઈનોમાં પણ જે  ઘસારો  જોવા મળતો તે સમસ્યાનો અંત  આવશે.ત્યારબાદ જે અગાઉ ગાયનીક વિભાગ હતુ તેની મેડીસીન વિભાગને ફાળવણી કરી આપવામાં આવશે. અને ત્યાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મેડીસીન એ.ઓ.ડી વચ્ચે સંકલન કરી કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે.આ મેડીસીન વિભાગને  પણ ખુબ જ  વિશાળ વિભાગની ફાળવણી કરી દેવામાં આવી છે. જેથી  હાડકા વિભાગની  સાથે સાથે મેડીસીન વિભાગને પણ  વ્યવસ્થિત  સુવિધા મળી રહી છે.

હાડકા અને મેડિસીન વિભાગ પછી ત્રીજો   ફેરફાર બ્લડ કલેકશન લેબ વિભાગમાાં  કરવામાં આવ્યો છે. જે ગ્રાઉન્ડ ફલોર પર આવેલો છે.  જયાં  ગાયનેકનું કિલનીક હતુ તેને લેબ માટે આપી દેવામાં આવ્યું છે.  જેથી ત્યાં થતી  દર્દીઓની મોટી લાઈનો પણ દૂર થશે.

આ ત્રણ વિભાગોમાં  ફેરફાર  થયા બાદ ટ્રોમા સેન્ટરમાં  પ્રથમ માળે આવેલુ  ગાયનીક વિભાગ હતુ જેનું સ્થળાંતર થયા બાદ આ  ઓર્થો. વિભાગનું તંત્રને માંગણીના આધારે ઓટી વિભાગ સુવ્યવસ્થિત સંચાલન થાય છે. પરંતુ સેફટીક ઓટીની જરૂરીયાત માટે ખાસ કામગીરી કરવાની જરૂરીયાત હતી. જેથી ગાયનીક ઓટીનું  સેફટીક ઓર્થો.ઓટીમાં  સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત  મેડીસીન વિભાગ કે જે મોટાભાગે દર્દીઓથી ભરેલુ જોવા મળે છે. કે જયાં ચાર હજારથી વધુ ઓ.પી.ડી. દરરોજ કરવામાં આવે છે. તેના દર્દીઓ માટે ઈમરજન્સી બિલ્ડીંગમાં આવેલ 1 થી 3 માળને ખાસ મેડીસીન વિભાગને ફાળવેલું છે. આ ચાર  માળની ઈમરજન્સી બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર ઈમરજન્સી વિભાગ અને 1 થી 3 માળ મેડીસીન વિભાગને  ફાળવેલા છે.

આ બધા વોર્ડ પરિવર્તનમાંથી સૌથી અગત્યનું  વોર્ડ પરિવર્તન મેડીસીન  વિભાગનું છે. જે દર્દીઓનાં હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

ટ્રોમા સેન્ટરમાં ગાયનેક ઓટી ઓર્થોપેડીક સેફ્ટીક ઓટી કાર્યરત થશે

સિવિલ કેમ્પસમાં આવેલા ટ્રોમા કેર સેન્ટરમાં પ્રથમ માળે પહેલા માળે  ટ્રોમા ગાયનેક ઓટી ધમધમતું હતું પરંતુ આ વિભાગ નવી જનાના હોસ્પિટલમાં ટ્રાન્સફર થતાં ત્યાં ઓર્થોપેડીક સેફ્ટિક ઑટી વિભાગ તરીકે ફાળવવામાં આવ્યો છે .આ વિભાગમાં  ઇન્ફેક્શન પીડાતાં દર્દીઓની સારવાર થશે.જેમાં અન્ય સામાન્ય ઓર્થોપેડીક દર્દી કરતા  વિશેષ અન્યથી જુદા વિભાગમાં સારવાર દ્વારા વધુ કાળજી લઈ શકાશે.જ્યારે  ટ્રોમા સેન્ટરમાં રેડિયોલોજી વિભાગ અલગ ફાળવીને  ઓર્થોપેડીક દર્દીના એક્સ રે સહિતની કામગીરી કરવામાં આવશે.

ઇમરજન્સી બિલ્ડિંગમાં એકથી ત્રણ માળ મેડિસીન વિભાગ તરીકે ફાળવાશે

જ્યારે સિવિલ કેમ્પસમાં આવેલા ઇમરજન્સી વિભાગમાં એકથી ત્રણ માળ મેડિસન વિભાગને ફળવવમાં આવ્યા છે જે દર્દીઓને તાત્કાલિક વિશેષ સારવારની જરૂર હસે તેઓને ઇમરજન્સી વિભાગમાં સારવાર આપી શકાય તે માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.