ઈપીએફ આધારિત 76.31 લાખ લાભાર્થીઓ માટે 18,698.15 કરોડની રકમ ફાળવાઈ
ઈપીએફ આધારીત કરોડો કર્મચારીઓને રાહત આપતા એક નિર્ણયમાં સરકારે સોમવારે ખુલતી બજારે કરેલી મહત્વની જાહેરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોવિડ-19ની સારવાર માટે કર્મચારીઓ તેમના પેન્શન ફંડમાંથી ઉપાડ કરી શકશે. કર્મચારીઓને એડવાન્સ રકમ ઉપાડવાની છુટ આપવાના નિર્ણયથી કરોડો પીએફ આધારિત કર્મચારીઓને કોવિડ-19ની સારવાર માટે નાણાકીય વ્યવસ્થાની સરળતા ઉભી થશે.
એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન ઈપીએફઓ કર્મચારીને કોવિડ-19ની બીજી લહેરમાં નોન રિફંડેબલ એડવાન્સની રકમ પેન્શન ફંડમાંથી ઉપાડવાની છુટ આપવામાં આવી છે. સરકાર દ્વારા ગયા વર્ષે માર્ચ મહિનામાં વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના પીએમજીકેવાય જેવી યોજનાથી કામદારોને મહામારીના સમયમાં ઉભી થયેલી આર્થિક મુશ્કેલીઓમાં મદદરૂપ થવા માટે પેન્શન ફંડમાંથી નોન રિફંડેબલ ધોરણે રકમ ઉપાડવાની છુટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કર્મચારીઓના 3 મહિનાના ખાસ ભથ્થા અથવા જમા થયેલી રકમના 75 ટકા જેટલી રકમ ઉપાડવાની છુટ આપવામાં આવી છે.
શ્રમ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની મહામારીમાં એડવાન્સ ઉપાડની આ સવલત 76.31 લાખ અરજદારોને 18,698.15 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે. સરકારે જણાવ્યું હતું કે, કોવિડ-19ની પ્રથમ લહેર વખતે મંજૂર થયેલી એડવાન્સની રકમને બીજી લહેરમાં થયેલી મંજૂરીમાં તબદીલ કરવામાં આવશે અને બીજી લહેરમાં પ્રથમ લહેરની જેમ જ કર્મચારીઓ ફંડ ઉપાડી શકશે. મંત્રાલયે એમપણ જણાવ્યું હતું કે, કોરોનાના દાવાઓ અને પીએફના કર્મચારીઓને વધારાનું એલાઉન્ટ આપવામાં આવશે. ઈપીએફ આધારિત કર્મચારીઓને ભારે રાહતરૂપ મદદ બની રહેશે.