બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી ઉપર આપ્યો વચગાળાનો સ્ટે
બોમ્બે હાઈકોર્ટ તરફથી દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે અનિલ અંબાણીના રૂ. 200 કરોડના ચેક બાઉન્સ કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે.
હાઈકોર્ટે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સુનાવણી પર રોક લગાવી છે. આ અરજી પુરુષોત્તમલાલ રાઠોડ અને લેફ્ટનન્ટ કર્નલ જનરલ સૈયદ અતા હસનૈન વતી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય લીધો છે.
દરમિયાન, અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લિમિટેડ માટે હરાજીમાં હિન્દુજા જૂથની કંપની આઇઆઈએફએલ દ્વારા કરવામાં આવેલી રૂ. 9,650 કરોડની બિડ અંગે આજે ધિરાણકર્તાઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે લેણદારોની સમિતિ આજે શુક્રવારે તેની બેઠકમાં આઈઆઈએચએલની બિડ પર નિર્ણય લેશે. બુધવારે યોજાયેલી હરાજીના બીજા રાઉન્ડમાં, ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ એ સૌથી વધુ બોલી લગાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઇઆઈએચએલ દ્વારા ધિરાણકર્તાઓ સમક્ષ ડેટ રિઝોલ્યુશન પ્લાન પણ મૂકવામાં આવી શકે છે.
હરાજીના બીજા રાઉન્ડમાં આઈઆઈએચએલ એકમાત્ર બિડર હતી જ્યારે ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સિંગાપોરની ઓકટ્રીએ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. હરાજીના પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટે રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી.
રિલાયન્સ કેપિટલની લેણદારોની સમિતિ એ હરાજીના બીજા રાઉન્ડ માટે રૂ. 10,000 કરોડની મૂળ કિંમત નક્કી કરી હતી. તે જ સમયે, હરાજીના પ્રથમ રાઉન્ડ માટે લઘુત્તમ બિડ 9,500 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આઇઆઈએચએલએ 9,650 કરોડની સમગ્ર રકમ રોકડમાં ચૂકવવાની ઓફર કરી છે. આ સિવાય તે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવા અને 50 કરોડ રૂપિયા અલગથી ચૂકવવા પણ તૈયાર છે.