• નોટબુકના ભાવમાં 20 થી 25 ટકા જેટલો ઘટાડો થયો: દર વર્ષે નવા સત્રના આરંભે નોટબુક યુનિફોર્મ સહિતની વસ્તુઓના ભાવ વધે છે પરંતુ આ વર્ષે ઉલટું ચિત્ર

ધોરણ-10 અને 12 ના જોરદાર રીઝલ્ટ રહ્યા બાદ વાલીઓમાં અનેરો આનંદ જોવા મળે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ વેકેશનના મૂડમાં છે. જોકે હવે વેકેશન ખુલવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરિણામે હવે જામનગરની બજારમાં સ્ટેશનરીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ જામનગરની બજારમાં સ્ટેશનરીમાં શું નવું છે અને સ્ટેશનરીના ભાવમાં વધારો કે ઘટાડો નોંધાયો છે? બીજી તરફ સ્ટેશનરીને લઈ અને વેપારી વર્તુળનું શું માનવું છે. આવો જાણીએ વિસ્તારથી સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા જીમિત રાયઠઠાએ જણાવ્યું કે હવે નવા સત્રનો આરંભ થવાને ગણતરીના દિવસો બાકી છે. જોકે આ અગાઉ જામનગરમાં વાલીઓ માટે રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે નોટબુકના ભાવમાં 20 થી 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. દર વર્ષે નવા સત્રના આરંભ સાથે વાલીઓ નોટબુક, યુનિફોર્મ સહિત વસ્તુઓ ખરીદવા દોડ લગાવતા હોય છે.  બીજી બાજુ દર વર્ષે ભાવ વધારો પણ માથું ઉંચકતા હોય છે. જોકે આ વર્ષે સ્થિતિ વિપરીત છે. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન ભાવમાં 25થી 30 ટકા ભાવ વધતા હતા. જોકે, આ વખતે પરિસ્થિતિ ઊંધી આ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો થયો હોય વાલીઓને નવા સત્રના આરંભમાં માત્ર કાગળ જ નહીં પરંતુ અન્ય સ્ટેશનરીના ભાવ પણ આ વર્ષે સ્થિર રહેતા વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

ગત વર્ષે રસિયા અને યુક્રેન યુદ્ધને પગલે સમગ્ર દેશમાં કાગળની સપ્લાય માં ઘટાડો નોંધાયો હતો. જેને લઈને નોટબુકથી માંડી અને તમામ બુક્સના ભાવમાં 25% જેટલો ભાવ વધારો ઝીંકાયો હતો જો કે આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ થારે પડી હોવાથી ભાવ ઘટ્યા છે. જેનો લાભ સીધો વિદ્યાર્થીઓને વાલીઓને થઈ રહ્યો છે બીજી તરફ બજારમાં હાલ ધીમે ધીમે ઘરાકી પણ નીકળી રહી છે. ચોપડાનો સારી કવોલિટીનો ભાવ 50થી 100 ભાવ જ્યારે મીડિયાના ભાવ 30થી 45 ભાવ, નોટબુક ડાયનામિક્સ સાઈઝ 40થી 60ભાવ 172 પેજ સૌથી વધારે ચાલતી સાઈઝ છે. જ્યારે પેન્સિલ  5થી 10, ઈરેઝર 1 થી 10 અને ઈમ્પોર્ટેડ પાઉચ કંપાસ 100થી 250 રૂપિયા છે.

આ વર્ષે પેપરની સારી સપ્લાય થતા ભાવમાં ઘટાડો થયો: જીમીત રાયઠ્ઠઠા (વેપારી)

‘અબતક’ સાથેની વાતચિતમાં માધવ સ્ટેશનરી-બુક સ્ટોરના સંચાલક જીમીત રાયઠ્ઠઠાએ જણાવ્યું હતું કે જામનગરમાં ઘણા વર્ષોથી સ્ટેશનરી-બુક સ્ટોરનો બિઝનેસ કરૂં છું. આ વર્ષે નવા સત્ર પહેલા ચોપડા-નોટબુક સહિતની વસ્તુના ભાવમાં ઘટાડો થયો છે. કોરા ચોપડાની વાત કરીએ તો આ વર્ષે પેપર મીલના ભાવ ઓછા છે. તેથી તેની સપ્લાય સારી મળે છે. તેથી ભાવ ઘટાડો થયો છે. ગયા વર્ષે રશિયા-યુક્રેનના યુદ્વને લઇને પેપરની સપ્લાય ઓછી હતી. તેથી ભાવ વધુ હતા. હવે પેપર જોઇ તેટલી સંખ્યામાં મળી રહ્યા છે. સારી ક્વોલીટીના ચોપડા ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યાં છે. નોટબુક, ફૂલસ્કેપ, ડાયનામીક સાઇઝના ચોપડાનું વધુ વેંચાણ થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.