બજેટ રજૂ થયા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં રાહત મળી છે. ઓઇલ કંપનીઓએ ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. તો બીજી તરફ ડીઝલના ભાવમાં શુક્રવારે પ્રતિ લીટર 10 પૈસાનો ઘટાડો કર્યો છે.
આ પહેલાં ગુરૂવારે ડીઝલમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ જૂના સ્તર પર 72.90 રૂપિયા પર જ રહ્યો. તો બીજી તરફ ડીઝલ 10 પૈસા તૂટીને 66.24 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો.
ક્રૂડ ઓઇલની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી. શુક્રવારે સવારે ડબ્લ્યૂઆઇ ક્રૂડ સામાન્ય તેજી સાથે 60.51 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ બ્રેંટ ક્રૂડ 66.83 ડોલર પ્રતિ બેરલના સ્તર પર રહ્યો.