- RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો છે.
- 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
એજ્યુકેશન ન્યૂઝ : રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ હાલ રાજ્યની ખાનગી શાળાઓમાં બાળકોની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે RTE હેઠળ એડમિશનને લઈને મહત્વના સમાચાર છે. RTE અંતર્ગત ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. એટલે કે આગામી 30 માર્ચ સુધી ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. જેથી 30 માર્ચ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગરીબ અને વંચિત બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી દર વર્ષે આરટીઇ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા કરવામા આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં રાજ્યભરમાં 70 હજારથી વધુ જ્યારે અમદાવાદ શહેરમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યભરમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે વાલીઓ આગામી 26મી માર્ચ સુધી https://rte1.orpgujarat.com/ પર ફોર્મ ભરવાની તારીખ હતી. જે તારીખ 30 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.