સરકારે સબસીડીમાં કાપ મુકતા પોટાશના ભાવમાં વધારો કરવાની અફવા ઉપર પાણી ઢોળતું ઈફકો
ઈન્ડિયન ફાર્મસ ફર્ટીલાઈઝર કોર્પોરેશન લીમીટેડ (ઈફકો) દ્વારા ડીએપી, એનપીકે અને ફોસ્ફેટીક ખાતરના ભાવ નહીં વધારવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હોવાનું ઈફકોના સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર યુ.એસ.અવસ્ીનું કહેવું છે.
ગયા અઠવાડિયે સરકારે ખાતર પરની સબસીડીમાં ૨૦ ટકાનો કાપ મુકતા ખાતર કંપનીઓ ટૂંક સમયમાં પોટાશના ભાવમાં વધારો કરશે તેવી દહેશત હતી. અલબત હવે ઈફકોએ ખાતરના ભાવમાં કોઈ જાતનો વધારો નહીં કરવાનો ખુલાસો કર્યો છે.
પોટાશના ભાવમાં વધારો વાી લાખો ખેડૂતોને ગંભીર અસર વાની હતી. અલબત હવે આ મામલે ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા છે. સબસીડીમાં ઘટાડો તા હવે ભારતીય કંપનીઓ યુરલકાલી, પોટાશ કોર્પ અને એગ્રીમઈન્ક સહિતના આંતરરાષ્ટ્રીય સપ્લાયરો સો ભાવમાં બાંધછોડ કરવાની માંગ કરશે. આ ઉપરાંત ભારતીય કંપનીઓ મલેશીયા અને ઈન્ડોનેશીયા જેવા દેશોમાંી પણ પોટાશ ખરીદવાની વિચારણા કરી રહી છે.