જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા જે મીડિયા બ્રિફીંગ કરાઈ તેમાં સમગ્ર ગુજરાતમાંથી ‘અબતક’ એકમાત્ર મીડિયા જોડાયું
આગામી ત્રણ દિવસમાં ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટેની કામગીરી પૂર્ણ કરાય તે મુખ્ય લક્ષ્ય
અબતક, રાજકોટ
હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં યુક્રેન બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાની જાણ થતાની સાથે જ ભારત સરકાર દ્વારા તાકિદે તમામ પગલાઓ લેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને સહી-સલામત ભારત લાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધર્યા છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા 4 મંત્રીઓ અને યુક્રેનના વિવિધ શહેરોમાં મોકલવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થીઓ અને ખૂબ જ સરળતા થી વતન પરત કરી શકે આ તકે રોમાનિયા ખાતેની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવેલી છે.
તે અંગેની વાત કરતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિડિઓ કોંફરન્સ મારફતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો સૌથી મોટું લક્ષ્ય એ છે કે આગામી ત્રણ દિવસમાં જે વિદ્યાર્થીઓ યુક્રેઇન બોર્ડર પર આવેલા છે તેઓને વતન પરત લાવવામાં આવે ત્યારે રોમાનિયા અને માલડોવા તેની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિયાના ધીરે આપવામાં આવી છે ત્યારે આગામી ત્રણ દિવસમાં જે બુકરેસ્ટમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓ છે તેઓને વતન પરત લાવવામાં આવશે અને બીજા બાકી રહેતા 1000 ભારતીય વિદ્યાર્થીઓ કે જે સિરેટ બોર્ડર પર છે તેઓને પણ પરત લાવશે. એટલા માટે કુલ છો રહશલવિં ગોઠવવામાં આવી છે જે પ્રતિ ફ્લાઈટમાં અઢીસો જેટલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની કવાયત હાથ ધરાશે અને આ રીતે આશરે 1300 વિધાર્થીઓને પરત લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. રહેલા વિદ્યાર્થીઓ છે તેને આગામી ત્રણ દિવસની અંદર સુચારુ રૂપથી વતન પરત કરાશે.
એટલું જ નહીં ભારત સરકાર દ્વારા એક વિશેષ કોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે અને દરેક વિદ્યાર્થીઓને એક યુનિક નંબર આપવામાં આવ્યો છે. હાલ પ્યાર રહેલા જે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હોય અથવા તો કોઈ સર્જરીની જરૂર પડી હોય તેમના માટે તાત્કાલિક ધોરણે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા માટેની કવાયત હાથ ધરાઇ છે અને સરકારે વિદ્યાર્થીઓ માટે રાહત પેકેજ પણ મોકલી આપ્યું છે જેથી તેઓને કોઇ પણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો ન કરવો પડે. વધુમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે તેઓ એ દરેક વિદ્યાર્થીઓ સાથે અડધો-અડધો કલાકનો સમય પણ આવ્યો છે અને તેઓને કે પ્રકારની તકલીફ પડી રહી છે તે અંગે પણ ચર્ચા કરાઈ છે.