રસોઇ ઘરમાં ચુસ્તપણે ડિસ્ટન્સની જાળવણી; સાંજના ૬ વાગ્યાથી ૭.૩૦ દરમિયાન ભોજન વિતરણ
વિશ્ર્વ વ્યાપી કોરોનાની મારામારીના કોંગ્રેસ દ્વારા રાજકોટમાં રસોઇ ઘર ચાલુ કરેલ અને આ રસોઇ ઘર જેમની આગેવાનીમાં ચાલુ રહ્યું છે. એવા ડો. હેમાંગભાઇ વસાવડા, મુકેશભાઇ ચાવડા, ડો. રાજદિપસિંહ જાડેજા દ્વારા તા. ૧૭-૪- થી રાજકોટમાં વિરાણી હાઇસ્કુલની સામે નાગર બોડીંગમાં રસોઇ ઘર ખુલ્લુ મુકવામાં આવેલ છે. અને લોકો ડાઇન બીજો તબકકો તા. ૩-૫ સુધી પુરો થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
એ પહેલા યુથ કોંગ્રેસ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે રસોઇ બનાવી અલગ અલગ વિસ્તારમાં દેવા જતા હતા ત્યારબાદ પ્રદેશ કોંગે્રસ અને શહેર કોંગ્રેસ દ્વારા એક મીટીંગનું આયોજન થયેલ અને એ મીટીંગમાં એવું નકકી થયું કે આપણે રસોઇ ઘરનું આયોજન કરવું. જેથી વધારે લોકોને ભોજન પ્રસાદનો લાભ મળે યુથ કોંગ્રેસ દ્વારા આશરે ૧૦૦૦ થી ૧ર૦૦ લોકો સુધી ભોજન પહોચાડવામાં આવતું.
આ રસોઇઘર એકદમ ચુસ્તપણે ડીસ્ટન્સની જાળવણી કરી રસોઇ બનાવવામાં આવે છે. અને આશરે ૩૦૦૦ થી ૪૦૦૦ વધુ લોકો અહીંથી ટીફીન તેમજ એરીયાવાસ ભોજન પ્રસાદ અહીથી લઇ જાય છે. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નં.૧ નાણાવટી ચોક, માધાપર ચોકડી વોર્ડ નં.૩ હુડકો કવાર્ટસ સંતોષીનગર, પોપટપરા વોર્ડ નં.૪ ગણેશનગર, ભગવતીપરા, આજી ડેમ ચોક, વોર્ડ નં.૭ કોલેજવાડી, સદર બજાર, કલ્યાણ પાર્ક, મનહર પ્લોટ, ઉઘોગનગર, વોર્ડ નં.૯ સાધુવાસવાણી રોડ, વોર્ડ નં.૧૦ આંબેડકર નગર, નાનામવા, વોર્ડ નં.૧૭ અટીકા, ઢેબર રોડ વોર્ડ નં.૧૮ કોઠારીયા સોલ્વન વિગેરે વિસ્તારમાં રસોઇ ઘરથી ભોજન પ્રસાદ જઇ રહ્યો છે જેમાં જે લોકો અલગ અલગ વિસ્તારમાં ત્યાંના લોકલ આગેવાનો વિસ્તાર માટે ભોજન પ્રસાદ રસોઇઘરથી લઇ જાય છે. અને ત્યાંના જરૂરીયાત લોકોને પીરસી આપે છે. આ રસોઇઘર સાંજના ૬ વાગ્યેથી ૭.૩૦ ભોજન પ્રસાદ વિતરણ થઇ જાય છે.
તમામ કોંંગ્રેસની ટીમ જે ભોજન પ્રસાદ તૈયાર થયો હોય તેમાંથી દરરોજ સાંજના ભોજન પ્રસાદ સાથે બેસી લે છે એટલા માટે કે આ રસોઇઘરની ભોજન પ્રસાદની ગુણવતા પણ દર્શાવે છે.
ડો. હેમાંગભાઇ વસાવડા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ, અશોકભાઇ પટેલ, મુકેશભાઇ ચાવડા, ડો. રાજદિપસિંહ જાડેજા, પ્રદિપભાઇ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, સંજયભાઇ લાખાણી, અર્જુનભાઇ ખાટરીયા, હિતેશભાઇ વોરા, યુનીસભાઇ જુણેજા, સુરજ ડોર, મયુરભાઇ વાંક કોંગ્રેસ પ્રમુખ મુકુંદભાઇ ટાંક, રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મનીષાબા વાળા, પ્રતિમાબેન વ્યાસ, પ્રફુલાબેન ચૌહાણ, શહેર કોંગ્રેસ મહીલા મનીષાબા વાળા, પ્રતિમાબેન વ્યાસ, પ્રફુલાબેન ચૌહાણ, શહેર કોંગ્રેસના ફરીયાદ સેલના ચેરમેન આશીષસિંહ વાઢેર, રાજુભાઇ માંડલીયા, હિતેશભાઇ મહેતા, સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસ સોશ્યીલ મીડીયાના ડિપાર્ટમેન્ટના કમીટી ચેમ્બર જીજ્ઞેશભાઇ વાગડીયા તથા રાજકોટ શહેર હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટી કોંગ્રેસ ચેરમેન કાળુભાઇ ચુડાસમા, મંત્રી ઘનશ્યામભાઇ મકવાણા, ગીતાબેન રંજનબેન, તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના કૃષ્ણદત રાવલ, કેતનભાઇ જરીયા, અમીતભાઇ રવાણી વિગેરે કોંગ્રેસના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.