નલિયાનું ૫.૪ ડિગ્રી, ડીસાનું ૯.૬ ડિગ્રી અને રાજકોટનું ૧૦.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
છેલ્લાં અઠવાડિયામાં હાર્ડ થીજવતી ઠંડી બાદ ગઈકાલથી ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી ૨૫ જાન્યુઆરી એટલે કે શનીવાર સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો ૧૦ થી ૧૫ ડિગ્રી સુધી રહેશે અને આગામી રવીવારથી ફરી પારો ગગડે અને ઠંડી નો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી શકયતા સેવાઇ રહી છે. આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાયું હતું અને મહતમ તાપમાન ૨૬.૪ ડીગ્રી નોંધાયું હતું જયારે હવામાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને ૫ કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તેમજ નલિયાનું લઘુતમ તાપમાન ૫.૪ અને મહતમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું જયારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને ૮ કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાનનો પારો ઉચકાયો છે જેને લઇ લોકોએ ઠંડી માં આંશિક રાહત મળી હતી. જોકે હજુ રાજ્યના ૩ શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચું જોવા મળ્યું છે.
આજે વિવિધ શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૧.૯ ડિગ્રી, ડીશાનું ૯.૬ ડિગ્રી, વડોદરાનું ૧૨.૨ ડીગ્રી, સુરતનું ૧૫ ડિગ્રી, રાજકોટનું ૧૦.૨ ડિગ્રી, કેશોદ-જૂનાગઢનું ૧૦ ડિગ્રી, ભાવનગરનું ૧૩.૬ ડિગ્રી, પોરબંદરનું ૧૧.૮ ડિગ્રી, વેરાવળનું ૧૫ ડિગ્રી, દ્વારકાનું ૧૪.૭ ડિગ્રી, ઓખાનું ૧૮ ડિગ્રી, ભુજનું ૧૧.૩ ડિગ્રી, નલિયાનું ૫.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૧ ડિગ્રી, અમરેલીનું ૧૦.૫ ડિગ્રી, ગાંધીનગરનું ૯.૫ ડિગ્રી, મહુવાનું ૧૨.૫ ડિગ્રી, દિવનું ૧૧.૮ ડિગ્રી અને વલ્લભ વિધાનગરનું ૧૨.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
કચ્છના ભચાઉમાં ૨.૪ની તીવ્રતાનો ભૂકંપ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડી પડવાની સાથે સાથે ભૂકંપના આંચકનો પણ અનુભવ થઇ રહ્યો છે. ગઈકાલે રાતે ૧૦.૩૦ વાગ્યે કરછના ભચાઉમ ૨.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૮ કીમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા છે.