રાજકોટમાં ૧૪૨ આઇસોલેશન માંથી વ્યક્તિઓને રજા અપાઈ, ૩૮૬ ઓબઝર્વેશન હેઠળ
ગુજરાતમાં વધુ ૧૧ કેસ પોઝિટિવ સાથે કુલ ૮૨ પોઝિટિવ : ભાવનગરના પોઝિટિવ મૃતક વૃદ્ધ દિલ્હીથી આવ્યા’તા
રાજકોટમાં રાહતના સમાચાર સાથે ગઈ કાલે એક સાથે સૌરાષ્ટ્રના સર્વાધિક ૩૦ લોકોના સેમ્પલ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામે તમામ રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં રાહતનો શ્વાસ અનુભવાયો છે. પરંતુ રાજ્યમાં વધુ ૧૧ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો ૮૨ સુધી પહોંચ્યો છે. અને ભાવનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ વૃદ્ધ નું મોત નિપજ્યા બાદ તપાસ કરતા વ્યક્તિ દિલ્હી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટમાં અત્યાર સુધી આઇશોલેસન માંથી પણ કુલ ૧૪૨ વ્યક્તિઓની તબિયતમાં સુધારો થતા તેમને પણ રજા આપવામાં આવી છે.૩૧મી માર્ચનો દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો માટે રાહતના સમાચાર લઇ ને આવ્યો હતો. સૌરાષ્ટ્રના સૌથી વધુ એક સાથે ૩૦ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. રાજકોટમાં હાલ સિવિલ હોસ્પિટલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૭ પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હાલ સુધી આઇશોલેસન હેઠળ રહેલા કુલ ૧૪૨ વ્યક્તિઓને રજા આપવામાં આવી છે. અને હાલ ૩૮૬ વ્યક્તિઓને ઓબેસર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.ગુજરાતમાં ગઈ કાલે અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં એક એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યનો આંકડો ૮૨ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં ઈંક્યુબેસન અને કોમ્યુનિટી ટ્રાન્સમિશન દ્વારા કોરોના કેસમાં વધારો થતાં ભીતિ વધી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં પણ રાજ્યમાં કુલ ૫ થી વધુ દર્દીઓની તબિયતમાં સુધારો થતા ફરીથી રિપોર્ટ કરાવતા તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેમને હાલ કોરેઇન્ટઇનમાં રાખી ઓબેસર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા.
ભાવનગરમાં સૌપ્રથમ કોરોના પોઝિટિવ વૃદ્ધ નો રિપોર્ટ આવ્યાના થોડા કલાકોમાં જ તેનું મોત નિપજ્યું હતું. પ્રથમ નજરે તેમને લોકલ ટ્રાન્સમિશન દ્વારા ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ચકાસતા તેઓ દિલ્હીથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમના પરિવારના સભ્યોને પણ કોરેન્ટાઇન કરી રિપોર્ટ કરાવતા પરિવારજનોને પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
રાજકોટના પ્રથમ પોઝિટિવ યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
મક્કાથી આવેલા જંગલેશ્વરના યુવાનને ગત ૧૮મી માર્ચના રોજ શહેરનો સૌપ્રથમ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં તબીબો અને પરિવારજનો અને પોતાના આત્મવિશ્વાસથી ભયભીત થયા વગર યુવાન સારવાર લઈ રહ્યો હતો. થોડા દિવસથી તેની તબિયત સ્થિર જણાતા ત્રીજી વખત યુવાનનો ફરીથી રિપોર્ટ કરાવતા તેને નેગેટિવ રિપોર્ટ આવતા રાજકોટવાસીઓને રાહત નો શ્વાસ લેવાયો હતો. યુવાને પણ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી કોઈ પણ સંજોગોમાં હિંમતથી સામનો કરવાનું લોકોને જણાવ્યું હતું