રાજકોટનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી,અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી રાજયના છ શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર
‘બિપોર જોય’ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં બફારાનું જોર ઘટતા થોડી રાહત અનુભવાય રહી છે. જોકે સૂર્યનારાયણ આકાશમાંથી અગ્ની વર્ષા કરી રહ્યાછે. ગુરૂવારે રાજયના આઠ શહેરોનું મહતમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. સુરેન્દ્રનગર 42 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ આજે સવારથી અકળાવતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
ગુરૂવારનો દિવસ ગરમ રહ્યો હતો. સૌરાષ્ટ્રના 3 શહેર સહિત રાજયના છ શહેરોમાં મહતમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. સુરેન્દ્રનગરનું તાપમાન 42 ડિગ્રી, રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.5 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી, ગાંધીનગરનું તામાન 40 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 39.9 ડિગ્રી, કેશોદનું તાપમાન 38.3 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.2 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 35 ડિગ્રી, ઓખાનું તાપમાન 35 ડિગ્રી, ડિસાનું તાપમાન 39 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી, ભૂજનું તાપમાન 38.7 ડિગ્રી, અને કંડલા એરપોર્ટ પરનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતુ. છેલ્લા બે-ત્રણ દિવસથી બફારામાં થોડી રાહત જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં 20 થી 25 જૂન વચ્ચે નૈઋત્યનું ચોમાસુ બેસી જવાની સંભાવના છે.