અનાયત ચીપ ધરાવતા પેડ્સ આખા વર્ષ માટે ડોનેટ કરાશે: પહેલા ડોનેશન કેમ્પમાં ૫૦૧ દીકરીઓને દત્તક લેવાઈ: ૫ વર્ષમાં ૧૧ કરોડ મહિલાઓને આવરી લેવાનો સંકલ્પ: માય ફ્રિડમ ચેરીટેબલ ટ્રસ્ટની નવીનતમ પહેલ
કહેવાય છે કે એક સારો વિચાર ક્રાંતિ લાવી શકે છે.વડોદરા સ્થિત ડો. પ્રીતિ ગુપ્તાને અચાનક જ એક વિચાર આવ્યો કે જો બ્લડ બેંકની જેમ સેનેટરી પેડ બેંકની રચના કરવામાં આવે તો સમાજના તમામ લોકો આપણા દેશની દરેક જરૂરીયાતમંદ મહિલાઓને એક સ્વચ્છ અને સુરક્ષીત જીવન જીવવામાં મદદરૂપ થઈ એક મહિલા સ્વાસ્થ્ય ક્રાંતી લાવી શકે. પોતાના આ વિચારને અમલમાં મૂકતા તેમની સંસ્થા માય ફ્રિડમ ચેરી. ટ્રસ્ટ દ્વારા ૨૬ જાન્યુ.ના રોજથી ભારતની સૌ પ્રથમ અનાયન પેડ બેંકની શરૂઆત થયેલ છે.
ડો. પ્રીતિ ગુપ્ત છેલ્લા ૨ વર્ષથી ‘માય ફ્રિડમ મહિલા સ્વાસ્થ્ય, સ્વરોજગાર અને સ્વાવલંબન અભિયાન’ ચલાવી રહ્યા છે.જેના દ્વારા તેઓ મેડિકેટેડ ટાઈપ ‘અનાયન ચીપ’ ધરાવતા અને વિવિધ પ્રકારનાં હેલ્થ બેનીફીટ્સ આપતા સેનેટરી પેડ્સ ૫૦ હજારથી વધુ પરિવારોમાં પહોચાડી ચૂકયા છે. અને જેના દ્વારા ૧૨ હજારથી વધુ મહિલાઓ સ્વરોજગાર મેળવી ચુકેલ છે. અને એ બદલ તેઓ મહિલા સ્વરોજગાર પ્રણેતા એવોર્ડથી સન્માનીત થયેલ છે.
એક સર્વે મુજબ આપણા દેશની ગ્રામીણ વિસ્તારોની ૯૦% મહિલાઓ માટે સેનેટરી પેડ્સનો ઉપયોગ એક સ્વપ્ન સમાન છે. અને તેઓને પીરીયડસમા આરોગ્ય માટે અતિહાનીકારક વસ્તુઓ જેવી કે જૂના કપડાના ટુકડા, રાખ, લાકડાનું ભુશુ, રેતી, સુકા પાંદડા, છાપા વગેરે જ વાપરવા પડે છે. વિશ્ર્વસ્તરે ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ થવાના કિસ્સાઓમા સૌથી વધુ ૨૭% મૃત્યુ આપણા દેશમાં થાય છે. ગ્રામીણ વિસ્તારોની ૯૦% દિકરીઓ પહેલી વખત માય ફ્રિડમ પેડ બેંક’નો ઉદેશ્ય ભારતની ૧૧ કરોડ જરૂરીયાતમંદ દિકરીઓને અને મહિલાઓને પીરીયડસના સમય દરમ્યાન જરૂરી જ્ઞાન સાથે વિવિધ હેલ્થ બેનીફીટ્સ આપી અને વ્યંધત્વ, થાઈરોઈડ અને ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર સ્ત્રી રોગોથી બચાવી શકતી અનાયન ચીપ ધરાવતા અનાયન સેનેટરી પેડસ આખું વર્ષ વિનામૂલ્યે પૂરા પાડવાનો છે.
માય ફ્રિડમ ચેરીટેબલ ટ્રસ્ટ, ભારતના દયાળુ, દાનવીર અને માનવ સેવાએ જ પ્રભુસેવામાં માનનાર દાતાઓ તથા નાગરિકને યથાશકિત દિકરીઓને દત્તક લેવા માટે આહવાન કરે છે જેના દ્વારા એક સ્વચ્છ અને નીરોગી ભારતીય નારી સમાજનું નિર્માણ કરી શકાય. ક્ધયાદાન માત્ર નસીબદાર લોકોના નસીબમાં હોય છે. પણ પેડદાનએ એવા તમામ લોકો માટે અમૂલ્ય દાન છે જે જેઓ ક્ધયાદાન જેવી જ અનૂભૂતિ મેળવવા ઈચ્છે છે.અનાયન ચીપથી થતા વિવિધ ફાયદાઓમાં પીરીયડ દરમ્યાન થતા દુ:ખાવામાં નોંધપાત્ર ઘટાડો, આખો દિવસ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ, દૂર્ગંધ કંટ્રોલ, બેકટેરિયા સામે રક્ષણ અને લાંબાગાળે હોર્મોન્સ બેલેન્સીંગ થતા રોગ પ્રતિકારક શકિતમાં વધારો વગેરે છે જે માય ફ્રિડમ સાથે જોડાયેલ અનેક મહિલાઓ અનુભવી રહેલ છે. આ અભિયાનને સફળ બનાવવા પ્રમુખ પ્રીતિ રજત ગુપ્તા, ઉપપ્રમુખ મિતેષભાઈ શેઠ, ખજાનચી, શૈલેષભાઈ શર્મા, ટ્રસ્ટી મેહુલભાઈ ભુત, પ્રફઉલભાઈ પટેલ, રાજેશભાઈ પરમાર, આસ્થા રજત ગુપ્તા અને અરૂણભાઈ નિર્મળ જહેમત ઉઠાવી રહ્યા છે.
અનાયન ચિપના ફાયદાઓ
– ૨૪ કલાક ઈન્ફ્રેકશન સામે રક્ષણ…
– ૨૪ કલાક એનર્જી મેઈન્ટેન સાથે દૂર્ગંધ કંટ્રોલ…
– પીરિયડ્સ દરમ્યાન થતા અલગ અલગ પ્રકારનાં દુ:ખાવામાં ઘણી જ રાહત…
– હોર્મોન્સ બેલેન્સ અને રોગ પ્રતિકારક શકિતમા વધારો…
અનાયન ટેકનોલોજી શું છે?
શું આપે કયારેય વિચાર્યું છે કે શા માટે જયારે આપણે કુદરતી વાતાવરણમાં રહીએ ત્યારે હંમશા ફ્રેશ અને એનર્જેટીક ફીલ કરીએ છીએ? બગીચામાં, દરિયા કિનારે, જંગલમાં કે પછી પાણીના ધોધ પાસે કે વરસતા વરસાદમાં આપણને એક અદભૂત તાજગીભર્યો અનુભવ શા માટે થાય છે ? કારણ કે આ બધી જગ્યાએ વિપુલ માત્રામાં ઓકસીઝન તેમજ વધુ માત્રશમાં નેગેટીવ આયન અણુઓ હોય છે અને જમીનમાં રહેલ ગુરૂત્વાકર્ષણને કારણે આપણા શરીરનું રૂધીરાભિસરણ સામાન્ય અવસ્થામાં રહે છે.જેથી આપણા શરીરના તમામ કોષોને પૂરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે છે અને પરિણામે આપણને સ્ફૂર્તિ અને એનર્જીનો અનુભવ થાય છે.