કુવૈતના અમીરે 22 ભારતીય કેદીઓને છોડી મૂક્યા હતા અને જેલમાં રહેલા 97 કેદીઓની સજામાં ઘટાડો કર્યો હતો, એમ કુવૈતસ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું. 119 ભારતીય કેદીઓની યાદીમાં 15 કેદીઓ પણ છે જેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ ભારતની વિનંતીને પગલે તેમની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. અમીરે જે ભારતીય કેદીઓને છોડી મૂકવા આદેશ કર્યો હતો તેમાં એ કેદીઓનો પણ સમાવેશ થાય છે જેમને તાત્કાલિક છોડી મૂકવાના છે. ઉપરાંત ૫૩ ભારતીય કેદીઓની સજામાં ઘટાડો કરીને 20 વર્ષની સજા કરી દેવામાં આવી હતી, એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. અમીરે જન્મટીપ ભોગવી રહેલા 18 ભારતીય કેદીઓના સજામાં પચીસ ટકાનો ઘટાડો કરવાનો પણ ઓર્ડર કર્યો હતો. ઉપરાંત ૨૫ કેદીઓની સજામાં 50 ટકાનો અને એક કેદીની સજામાં પા ભાગનો ઘટાડો કરવા પણ આદેશ કર્યો હતો, એમ ભારતીય દૂતાવાસે નિવેદનમાં કહ્યું હતું. તેમની સામેના આરોપોમાં મોટાભાગના કેફી દ્રવ્યોના સેવન, વેપાર, ચોરી, લૂંટ અને છેતરપીંડીનો સમાવેશ થાય છે. જે 15 કેદીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી તેમને હવે જન્મટીપની સજા ભોગવવી પડશે. તેમની સામે ડ્રગ વેચવાનો કેસ હતો. જેમને તાત્કાલિક છોડી મૂકાયા છે તે તમામ કેદીઓને ભારત લાવવાની વ્યવસ્થા ભારતીય દૂતાવાસ દ્વારા કરાશે. બાકીનાઓની પણ વ્યવસ્થા દૂતાવાસ કરશે.
Trending
- કાર્તિક પૂર્ણિમામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર
- GAIL (India) Limited એ 261 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત
- હોસ્પિટલો દ્વારા સરકારી યોજનામાં થતી ગેરરિતી રોકવા એસઓપી જાહેર થશે
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયાના અહેવાલ
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ
- દેશભરમાં હાહાકાર મચાવનાર ડિજિટલ એરેસ્ટ કૌભાંડમા ચાઈનીઝ ગેંગ મુખ્ય સૂત્રધાર