વરસાદ ખેંચાતા પશુપાલકો ઉપર આવેલા આર્થિક સંકટને દુર કરવા રાજકોટ ડેરી મરચન્ટ એસો.નો નિર્ણય: કાલથી દુધનો નવો ભાવ રૂ. 7.20 પ્રતિ ફેટ લાગુ થશે
વરસાદ ખેંચાતાના કારણે પશુપાલકોની હાલત દયનીય બની છે જેને પગલે રાજકોટ ડેરી મરચન્ય એસો. દ્વારા દુધના ખરીદ ભાવમાં ર0 પૈસા પ્રતિ ફેટનો વધારો કરવાનો રાહત લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ડેરી મરચન્ટ એસો.ના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું કે અમારા એસોસીએશન દ્વારા રાજકોટમાં ખાનગી ડેરીઓ જે દુધનું વેચાણ કરી રહી છે તે ગુજરાતમાં વેચાણમાં નંબર-1 છે. જેનું કારણ માત્ર દુધની શુઘ્ધ તેમજ સાત્વીક કવોલીટી છે જેને રાજકોટની આમ પ્રજાને વધાવી લીધેલ છે.
સાથો સાથ દુધના ખરીદ ભાવમાં પણ અમો આશરે રૂ. 3 આપવાનો વધારે ભાવ આપતા હોઇએ છીએ, હાલમાં વરસાદ ખેંચાવાના કારણે માલધારી સમાજ મુશ્કેલીમાં હોય તેમજ ઘાસચારાના ભાવને ઘ્યાને રાખી તા. 11-7 થી અમોએ દુધના ખરીદ ભાવમાં કીલો ફેટ 0.20 પૈસાનો વધારો કરેલ છે. જેથી તા. 11-7 થી દુધનો ખરીદ ભાવ રૂ. 7.20 પ્રતિ કિલોફેટે મુજબ નકિક કરેલ છે. જેથી માલધારીઓને કપરી પરિસ્થિતિમાં ઘણી બધી રાહત થશે એવું અમારું માનવું છે. તો અમારા તમામ સભાસદો આની નોંધ લઇ ઘટતું કરવા અપીલ છે.