દ્વારકાની આવકવેરા કચેરી દ્વારા તાજેતરમાં દ્વારકા ખાતે આવક વેરા ટેકસ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અવેરનેસ પ્રોગ્રામમાં ભારત સરકારની વિકાસ યોજનાઓ તથા આવક વેરા વિભાગ દ્વારા કાયદાકીય બાબતો, ટેક્ષને લગતા સુધારાઓ અને નવાનિયમો અંગે તેમજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં આવકવેરા વિભાગ જામનગર તથા દ્વારકાના અધિકારીઓ એફ.એસ.સીરાવા, સી.પી. ભાટીયા, કૌશિકકુમાર એમ. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દ્વારકાના મનસુખભાઈ પરમાર, ઈશ્વરભાઈ ઝાખરીયા, અનિલભાઈ લાલ, રવિભાઈ બારાઈ સહિત ઓખામંડળના સુરેશભાઈ ધોકાઈ, મુકેશભાઈ કાનાણી, સુભાષભાઈ રાયઠઠ્ઠા, મિતલભાઈ વિઠલાણી તાલુકાના તમામ વ્યાપારી સંસ્થાના આગેવાનો, ઈન્કમટેક્ષના કામ કરતા ચાર્ટડ એકાઉન્ટન્ટસ, પ્રેસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com