કેશોદમાં નવા આવેલા પીઆઈ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરતાં લોકોએ રાહતની લાગણી અનુભવી છે. ટ્રાફિકને અડચણરૂપ વાહનો રોડ પર હશે તેની સામે દંડનીય કાર્યવાહી થશે. કેશોદ શહેરમાં ટ્રાફિક સમસ્યા લોકોને માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે.
દિવસ દરમ્યાન આઠથી દસ વખત ફાટક બંધ થતી હોવાથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામ થઈ જાય છે. તેમજ શહેરમાં તમામ મુખ્ય બજારમાં કોઈપણ જગ્યાએ પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી શહેરમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે ત્યારે નવા આવેલા પીઆઈ વાળા દ્વારા ટ્રાફિકના પ્રશ્નને અગત્યનો ગણી આ પ્રશ્નને કામગીરી હાથ ધરતાં લોકોએ રાહતની લાગણી અનુભવી રહ્યા છે અને પોલીસ અધિકારીની કામગીરીની સરાહના કરી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com