છેલ્લા થોડા દિવસોથી થતા અસહ્ય બફારા, ગરમીથી ત્રાહીમામ થયેલ લોકોની માગણી જેમ ઈશ્ર્વર દ્વારા સ્વીકારાઈ હોય તેમ ગીર પંથકમાં અચાનક વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આગમન કરેલ હતુ
અસાડી બીજ અને ઈદની રજાઓ માણવા આવલે સહેલાણીઓ તુલશીશ્યામ જંગલ પાસે આવેલા બેઠા પુલ પાસે પાણીના જોરદાર પ્રવાહને લીધે અટવાય ગયેલ હતા. તુલસીશ્યામનાં ગીર વિસ્તારમાં આશરે દોઢથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો આજુબાજુનાં થોરડી, ભાખા સહિતના ગીર બોર્ડરના ગામડાઓમાં પણ ધીમીધારે વરસાદ પડયો હતો તો બીજી તરફ ગીરગઢડા અને ઉનાના લોકો હજી પૂરતા વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે.