હાલ બે કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ
જુનાગઢમાં હાલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે.
જૂનાગઢ જીલ્લો લોક ડાઉન દરમિયાનના ૪૩ દિવસ દરમિયાન કોરોના મુક્ત રહ્યો હતો અને જુનાગઢ જિલ્લો ગ્રીન ઝોન જાહેર કર્યો હતો. પણ તે વચ્ચે ભેસાણના કોરોના ફ્રન્ટ વોરિયર્સ એવા તબીબ અને તેના સહકારના પોઝિટિવ રિપોર્ટ આવતા જૂનાગઢમાં કોરોના ની એક સાથે બે કેસથી એન્ટ્રી કરી હતી અને તેમના પાંચ દિવસ બાદ જૂનાગઢનો એક યુવાન મુંબઈથી આવેલ અને તેને હોમ કોરોનાતાઇન કરેલ ત્યારે તેમની તબિયત બગડતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં આ યુવાન કોરોના પોઝીટીવ જાહેર થતાં તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, બાદમાં બીજા દિવસે માંગરોળમાં વિશાખાપટ્ટનમથી આવેલ ૨૩ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓના લેવાયેલ સેમ્પલમાં એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આમ જૂનાગઢમાં ચાર દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ જાહેર થયા હતા ત્યારે ભેસણના બે દર્દીઓની સારવાર બાદ બંને દર્દીઓના લેવાયલ સેમ્પલના પરીક્ષણ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી છઠ્ઠા દિવસે રજા આપી દેવામાં આવી હતી.
હાલમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બે કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, દરમિયાન તંત્ર દ્વારા મોકલવામાં આવેલા સેમ્પલોમાંથી ૭ સેમ્પલોના પરીક્ષણ નેગેટિવ આવેલા છે, જ્યારે ૮ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાણવા મળેલ છે. બીજી બાજુ જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમેરા એ આજે ટ્વિટ કરી જાહેર કરેલ છે કે, જૂનાગઢના પોઝિટિવ આવેલ યુવાને ખૂબ જ સાવચેતી સાથે હોમ કવોરન્ટાઈનનો અમલ કરેલ હોય તેથી કોઈને ચેપ લાગેલ નથી.