- રિલાયન્સ ડિજીટલના સ્ટોર, સ્વાયત વિક્રેતાઓ, રિટેલ ચેઇન તથા ઇ-કોમર્સ ખાતે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું વેચાણ કરાશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નવી મેડ-ઇન-ઇન્ડિયા બ્રાન્ડ વિઝર સાથે સ્થાનિક ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ માર્કેટમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના વર્ચસ્વને ખલેલ પહોંચાડવા માંગે છે. યોજનાઓથી માહિતગાર બે અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની સ્થાનિક કોન્ટ્રાક્ટ ઉત્પાદકો ડિક્સન ટેક્નોલોજીસ અને ઓનિડાના પેરેન્ટ મિર્ક ઇલેક્ટ્રોનિક્સ સાથે ઉત્પાદન કરારને અંતિમ સ્વરૂપ આપી રહી છે. તેમણે કહ્યું કે એકવાર બ્રાન્ડ માર્કેટ શેર મેળવી લે, પછી કંપની મધ્યમ ગાળામાં તેના પોતાના પ્લાન્ટ સ્થાપવા માંગે છે. રિટેલ યુનિટ રિલાયન્સ રિટેલે તાજેતરમાં વિઝર એર કૂલર લોન્ચ કર્યા છે અને ટેલિવિઝન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, એર કંડિશનર્સ, નાના ઉપકરણો અને એલ. ઈ.ડી બલ્બ જેવી શ્રેણીઓમાં શ્રેણીને વિસ્તારવાની યોજના ધરાવે છે. હાલની જે સ્થિતિ જોવા મળી છે તેમાં રિલાયન્સ નું વાઈઝર હવે સેમસંગ, પેનાસોનિક, એલ.જીને હંફાવા સજ્જ બન્યું છે.
કંપની આ ઉત્પાદનોને ઘરની અંદર ડિઝાઇન અને વિકસાવવા માંગે છે કારણ કે તે વિદેશી લેબલ્સ દ્વારા પ્રભુત્વ ધરાવતા બજારમાં સ્વદેશી બ્રાન્ડ સ્થાપિત કરવા માંગે છે. તેણે અગાઉ તૃતીય પક્ષો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો સાથે ખાનગી લેબલ બ્રાન્ડ રીકનેક્ટ લોન્ચ કર્યું હતું. ઉપર ટાંકવામાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે કંપની તેના પોતાના રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ તેમજ સ્વતંત્ર ડીલર્સ, પ્રાદેશિક રિટેલ ચેન અને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વિઝર ઉત્પાદનો વેચવા માંગે છે. જીઓ માટે ડિજિટલ , ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના બી ટુ બી વિતરણમાં રોકાયેલ, વાઇઝર ને અન્ય સ્ટોર્સ પર લઈ જશે. નાણાકીય વર્ષ 2024 જીઓ મર્ચન્ટ બેઝ 20% વધ્યો હતો.
વાઇઝર પ્રોડક્ટ્સ એલ.જી, સેમસંગ અને વર્લ્પુલ જેવી બ્રાન્ડ્સ કરતાં સસ્તી હશે, જે ટીવી, રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન જેવી કેટેગરીમાં પ્રભુત્વ ધરાવે છે. ટાટાની માલિકીની વોલ્ટાસ એસીમાં માર્કેટ લીડર છે, પરંતુ એલજી અને ડાઇકિન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ તેને અનુસરે છે. રિલાયન્સ રિટેલ હજુ પણ એસેસરીઝ માટે રીકનેક્ટ બ્રાન્ડનો ઉપયોગ કરે છે. તેણે થોડા વર્ષો પહેલા બી.પી.એલ અને કેલ્વિનેટર બ્રાન્ડ્સ માટે લાયસન્સ મેળવ્યું હતું અને કોઈ નોંધપાત્ર બજારહિસ્સો મેળવ્યા વિના કેટલાક ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન મોડલ લોન્ચ કર્યા હતા. આ ઉત્પાદનો ડિક્સન, મિર્ક અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક રીતે ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ટીસીએલ દ્વારા ઉત્પાદિત ચીન અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરવામાં આવ્યા હતા.
ત્યારે જોવાની વાત એ છે કે રિલાયન્સ દરેક ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે અને તેની પાછળ સૌથી મોટું કારણ એ જ છે કે રિલાઇન્સ માર્કેટ કેપ્ચર સર્વપ્રથમ કરે છે અને ત્યારબાદ તેમનો વ્યાપારને વૃદ્ધિ અપાવે છે. ઉદાહરણ સ્વરૂપે હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ રિલાયન્સ તેના જીઓ પ્લેટફોર્મ ઉપર નિશુલ્ક લોકોને દેખાડી રહ્યું છે હા એક રીતે જોઈએ તો તે નુકસાની બેઠે છે પરંતુ લાંબા ગાળે તે પોતાનો માર્કેટ શેર વધારી રહ્યું છે અને તેનો સીધો જ ફાયદો અંતે કંપનીને થશે. આ પૂર્વે જીઓ માં પણ અનેકવિધ સ્કીમ ગ્રાહકોને આપવામાં આવી હતી જે અન્ય કંપનીઓ કરતા ખૂબ ઓછો ભાવ હતો ત્યારે લાગતું હતું કે રિલાઇન્સ નુકસાની વેઠી રહી છે પરંતુ સમય જતા જીઓના ગ્રાહકો ખૂબ મોટા પ્રમાણમાં બંધાયા અને તેનો ફાયદો કંપનીને થયો જ્યારે બાકી કંપનીઓ ના અસ્તિત્વનો પ્રશ્ન પણ ઉભો થયો હતો.
મલ્ટીનેશનલ કંપનીઓ લોસ મેકિંગ બિઝનેસ કરી માર્કેટ કરી રહી છે કેપચર
વ્યાપારિક રીતે સમગ્ર વિશ્વમાં મલ્ટીનેશનલ કંપનીનો દબદબો એટલે જ રહ્યો છે કે તે માર્કેટ પરિસ્થિતિને બખૂબી રીતે જાણે છે અને સમજે છે. અત્યાર સુધી એ ચલણ જોવા મળતું હતું કે વ્યાપાર નફો હોય તો જ કરાય પરંતુ વિદેશી કંપનીઓ કે જેને ભારતમાં પોતાનું આદિત્ય સ્થાપિત કર્યું તેઓએ નફો નહીં પરંતુ લોસ મેકિંગ બિઝનેસ ની સ્ટ્રેટેજી અપનાવી. કેટલા રૂપિયા મુકવા એ ગણતરી કરી જ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો માર્કેટ શેર કબજે કર્યો અને માર્કેટ ઉભી થતા જ તેઓએ તેમનો નફો મેળવવાનું પણ શરૂ કરી દીધું. હવે જે કોઈ ઉદ્યોગો આગળ વધી રહ્યા છે તે સર્વપ્રથમ નફો નહીં પરંતુ માર્કેટ કેપ્ચર કરવાનું કાર્ય કરે છે.
શું કામ વિડિયોકોન, ઓનીડા અને બીપીએલની સ્થિતિ કફોડી બની?
એક જમાનામાં વિડિયોકોન, ઓનીડા અને બીપીએલ નો દબદબો હતો ટીવી હોય કે પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ આ તમામ સ્ટેટમેન્ટમાં આ ત્રણ જૂના જોગીઓ દ્વારા પોતાનું આદિત્ય સ્થાપિત કરવામાં આવ્યું હતું. પરંતુ સમય જતા આ કંપનીઓ ક્યાં ખોવાઈ ગઈ તેનો કોઈ અંદાજો જ ન આવ્યો અને વેચાણમાં ધડાધડ ઘટાડો પણ નોંધાયો. પરંતુ વરવી વાસ્તવિકતા તો એ છે કે આ ત્રણેય કંપની નફો મેળવવા માટે મેદાને હતી અને તેને ભવિષ્યનો કોઈ વિચાર કર્યા વગર પોતાની સ્ટ્રેટેજી યથાવત ચાલુ રાખી. તમે ગાળા દરમિયાન સેમસંગ જેવી વિદેશી બ્રાન્ડની કંપનીઓએ ભારતનું માર્કેટ શેર કેપ્ચર કરવા માટે એક એવી સ્ટ્રેટેજી બનાવી કે જેમાં તેઓએ માત્ર નુકસાની વેઠવાની હતી. લાંબા ગાળે એ આર્થિક નુકસાની કંપનીને ઘણો ફાયદો પહોંચાડ્યો અને પરિણામ સ્વરૂપે આ વિદેશી બ્રાન્ડની ચીજ વસ્તુઓના વેચાણમાં ધરખમ વધારો જોવા મળ્યો. ત્યારે હાલ અત્યારે રિલાઇન્સ પણ એ જ દિશામાં આગળ વધી રહી છે.