રિલાયન્સે ગુજરાતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૫ કરોડનું દાન આપ્યું,જયારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુલ રૂ. ૧.૬ કરોડની સહાય

ધનરાજ નથવાણીના નેતૃત્વમાં ધમધમતા સેવાકાર્યો;૧૪હજારથી વધારે રાશનકિટ, ૧.૨૫ લાખ લોકોને ભોજન, ૪ હજાર કિલો ઘાસચારો, ૧૨૫ કિલો ચણ સહિત તમામ બાબતો આવરી લેવાઈ

કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા માનવસેવા તથા અબોલ પ્રાણી માટે જીવદયાના સંખ્યાબંધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને લોકડાઉન શરૂ થયાના દિવસથી અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધારે રાશનકીટનું વિતરણ, ૧.૨૫ લાખ લોકોને ભોજન સુવિધા, અબોલ પશુઓ માટે ૪ હજાર કિલોગ્રામ ઘાસચારો અને પક્ષીઓ માટે૧૨૫ કિલોગ્રામ ચણનું વિતરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સરકારની આપાતકાલીન  યોજના  અને જનવ્યવસ્થાની આ પ્રવૃત્તિઓ માટે આર્થિક દાન પણ આપવામાં આવ્યું છે.

ધનરાજભાઈ નથવાણીના નેતૃત્વમાં કોવિડ-૧૯ મહામારીમાં પણ છેલ્લા વીસેક દિવસથી જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત જામ ખંભાળિયા, દ્વારકા,રાજકોટ,વડોદરા,ભુજ, ભાવનગર અને મોટી ખાવડીમાં અવિરત સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે.

રોગચાળાને રોકવા માટેની સરકારની પ્રવૃત્તિઓના આર્થિક ખર્ચમા મદદરૂપ થવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૫ કરોડનું દાન આપ્યું છે. આ ઉપરાંત જામનગર તથા દ્વારકા જિલ્લા કલેકટરઓ તેમજ જામનગર શહેરી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશ્નરને પ્રત્યેકને રૂ. ૫૦ લાખ લેખે કુલ રૂ. ૧.૫ કરોડનું દાન ફાળવાયું છે.  તે જ રીતે જામનગર જિલ્લા પોલીસને રૂ. ૧૦ લાખનું દાન અપાયું છે. આર્થિક સહાય ઉપરાંત જામનગર શહેર અને જિલ્લા સહિત કુલ નવ કેન્દ્રો પર તારીખ ૨૪ માર્ચથી આજદિન સુધીમાં સવાર-સાંજ મળીને કુલ ૧.૨૫ લાખ જેટલા લોકોને બંને સમયનું રાંધેલું, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. પરિવાર દીઠ કરિયાણાની અંદાજે અઠવાડીક જરૂરિયાતો  પૂરી થઈ જાય તેવી જુદા જુદા ૧૦ જેટલા વિવિઘ અનાજ સાથેની  ૪૫૦૦ કરતા વધુ તૈયાર  કીટનું વીતરણ કરાયું છે.કુલ૧૦,૦૦૦ જેટલી કીટનું વીતરણ કરવાનું આયોજન છે. તેમજ દાળ-ચોખા તથા તેલ સાથેની કુલ ૧૦,૦૦૦ જેટલી કીટ જામનગર ખાતે વિતરિત કરવામાં આવી છે, જેનું  ૧૫,૦૦૦ જેટલી કીટના વિતરણનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે આ રીતે કુલ૧૩.૭૦ લાખ ટંકના ભોજનના આયોજનની સામે અત્યાર સુધીમાં કુલ ૬.૮૧લાખ ટંક ભોજન માટેનું રાશન વિતરીત થઇ ચુકયું છે.

3 1

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના ૮૦૦ કુટુંબોને પણ બે સપ્તાહ ચાલે તેવી રાશનકીટના વિતરણ પણ કરાયું છે. આમ, રાશન તેમજ રાંધેલા ભોજન મળીને કુલ ૮ લાખ લોકોના ભોજનની વ્યવસ્થા અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

જીવદયા પ્રેમી ધનરાજભાઇ નથવાણી દ્વારા એક વિશિષ્ટ પહેલરૂપે તાલુકાની ગૌમાતાઓને કુલ ૪,૦૦૦ કિલોગ્રામ ઘાસચારો અને અબોલ પક્ષીઓને ૧૨૫ કિલોગ્રામ  ચણ પૂરું પાડવામાં આવેલ છે, એટલું જ નહીં  શેરીના શ્વાન માટે૬૫ કિલોગ્રામ બિસ્કીટ પૂરા પાડીને તેમની પણ કાળજી લેવાઇ છે.

કર્મઠ મહિલાઓના સિવણ કૌશલ્યના સામાજીક ઉત્તરદાયિત્વને પ્રવૃત્ત કરી લગભગ ૨૫,૦૦૦ જેટલા ફેસ માસ્ક બનાવવામાં આવ્યા છે જેના પરિણામે રોગચાળા સામે આગોતરું રક્ષણ અને મહિલાઓને આર્થિક ઉપાર્જનનો ફાયદો થયો છે. આમ, કોરોના મહામારી સામે બાથ ભીડવામાં ગ્રુપ પ્રેસિડેન્ટ  ધનરાજ નથવાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ દ્વારા અપાઈ રહેલા યોગદાનની વહીવટી તંત્ર તથા નાગરિકો દ્વારા નોંધ લઈ બિરદાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.