ક્વાર્ટર-1નું પરિણામ જાહેર
રિલાયન્સ જિયોના સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે લગભગ 24 ટકાનો વધારો
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 46.29 ટકાનો વધારો નોંધાવ્યો છે. બીજી તરફ ટેલિકોમ વિંગ રિલાયન્સ જિયોએ તેનો ત્રિમાસિક ચોખ્ખો નફો જાહેર કર્યો છે. શુક્રવારે, કંપનીએ જાહેરાત કરી કે તેણે ત્રિમાસિક ચોખ્ખા નફામાં 24% નો વધારો નોંધાવ્યો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં ઘણા ગ્રાહકો ઉમેર્યા છે, જેના કારણે તેમને તેનો ફાયદો થયો છે.
દેશના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો ઈન્ફોકોમે ગઈકાલ સુધીના ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં તેના સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે લગભગ 24 ટકાનો વધારો નોંધાવ્યો હતો. રિલાયન્સ જિયોએ તાજેતરમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી 21,873 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જે ગત વર્ષના આ જ સમયગાળા કરતાં 21.5 ટકા વધુ હતી, એમ એક ફાઈલિંગમાં જણાવાયું છે.
જિયોનું નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો એવા સમયે આવ્યા છે જ્યારે ટેલિકોમ માર્કેટ 5ૠ સેવાઓના આગમન માટે તૈયાર છે, જે અલ્ટ્રા હાઈસ્પીડ (4ૠ કરતાં લગભગ 10 ગણી ઝડપી) અને નવા યુગની સેવાઓ તથા બિઝનેસ મોડલ લાવશે. 5ૠ સ્પેક્ટ્રમની હરાજીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને 26 જુલાઈથી શરૂ થનારી હરાજી દરમિયાન ઓછામાં ઓછા 4.3 લાખ કરોડ રૂપિયાની કિંમતના કુલ 72 ગીગાહર્ટ્ઝ રેડિયોવેવ્સ હરાજી માટે મૂકવામાં આવશે.બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નફામાં પણ વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જૂન ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 46.29 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 12,273 કરોડ રૂપિયાની સરખામણીએ 17,955 કરોડ રૂપિયા થયો હતો. ઓઈલ-ટુ-ટેલિકોમ અગ્રણીએ જણાવ્યું હતું કે ક્વાર્ટરમાં તેની આવક 54.54 ટકા વધીને 2,23,113 કરોડ રૂપિયા થઈ છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 1,44,372 કરોડ રૂપિયા હતી.
કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટરમાં અસ્થિર વાતાવરણમાં ઓ2સી બિઝનેસ માટે અત્યાર સુધીની સૌથી વધુ આવક જોવા મળી હતી. કંપનીએ જણાવ્યું હતું કે આવકની દ્રષ્ટિએ તે રિલાયન્સ રિટેલ માટે પણ શ્રેષ્ઠ ક્વાર્ટર હતું, જે વાર્ષિક ધોરણે 51.9 ટકા વધીને 58,554 કરોડ રૂપિયા હતું. ઉપરાંત ક્વાર્ટર ઉંશજ્ઞ પ્લેટફોર્મ્સ માટે આવકની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ સેગમેન્ટમાંથી આવક 27,527 કરોડ રૂપિયા હતી, જે 23.6 ટકા વધુ છે.
નોંધપાત્ર પડકારો છતાં ઓટુસી બિઝનેસે તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું : મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જીયોપોલિટિકલ સંઘર્ષે એનર્જી માર્કેટ્સમાં નોંધપાત્ર અવ્યવસ્થા સર્જી છે અને પરંપરાગત વેપાર પ્રવાહમાં વિક્ષેપ પાડ્યો છે. આ પુનરુત્થાનની માંગ સાથે, કડક ફ્યુઅલ માર્કેટ્સ અને ઉત્પાદન માર્જિનમાં સુધારો થયો છે. ચુસ્ત ક્રૂડ બજારો અને ઊંચા ઉર્જા અને ફ્રેઈટ કોસ્ટ દ્વારા ઊભા થયેલા નોંધપાત્ર પડકારો છતાં ઓ2સી બિઝનેસે તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.