‘કર લો દુનિયા મુઠ્ઠી મેં!’
વોડાફોન, આઈડિયાનાં મોબાઈલ ધારકો ૩૨ કરોડ
ટેલીકોમ ક્ષેત્રે રિલાયન્સ જીઓ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની છે જેનાં કાર્ડધારકોની સંખ્યા વોડાફોન અને આઈડિયા કરતાં પણ વધુ જોવા મળી રહી છે. આંકડાકિય માહિતી વિશે જો વાત કરવામાં આવે તો રિલાયન્સ જીઓનાં ગત ૩ વર્ષમાં ૩૩ કરોડ કાર્ડધારકોની સંખ્યા પહોંચી છે જે વોડાફોન, આઈડિયા પાસે માત્ર ૩૨ કરોડ કાર્ડધારકો છે. જુન-૨૦૧૯ સુધીમાં રિલાયન્સ જીઓનો યુઝર બેઈઝ ૩૩ કરોડ પહોંચ્યો હતો.
ટ્રાયનાં ડેટા અનુસાર એરટેલ પાસે ૩૨૦.૩૮ મિલીયન યુઝરો છે કે જેની પાસે ૨૭.૬ ટકાનો માર્કેટ શેર છે પરંતુ રિલાયન્સ જીઓ પર લોકોને વિશ્ર્વાસ હોવાથી તેનાં કાર્ડધારકોની સંખ્યામાં અનેકગણો વધારો થતો જોવા મળ્યો છે અને હાલ તે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની તરીકે પણ ઉદભવિત થઈ છે.વોડાફોન, આઈડિયા દ્વારા તેના કાર્ડ ધારકોની સંખ્યા વિશેનો રીપોર્ટ આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૯-૨૦નાં માર્ચ કવાર્ટરમાં તેમનાં કાર્ડધારકોની સંખ્યામાં અનેકગણો ઘટાડો થયો છે. વોડાફોન, આઈડિયા માટે તેમનો ડેટા બેઝ ૩૩૪.૧ મિલીયન રહ્યો હતો જે ઘટીને માત્ર ૩૨૦ મિલીયન રહ્યો છે. વોડાફોન અને આઈડિયા વચ્ચે જે મર્જ થયું હતું તે બાદ તે બંને કંપનીનાં ગ્રાહકોની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળ્યો હતો પરંતુ બંને કંપનીનાં મર્જ બાદ ગ્રાહકોની સંખ્યામાં વધારાનાં બદલે ઘટાડો થતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે રિલાયન્સ જીઓ દ્વારા અનેકવિધ પ્રકારની યોજનાઓ લોકોભયોગી આપતા તેમનાં કાર્ડ ધારકોની સંખ્યામાં અન્ય ટેલીકોમ ક્ષેત્રની કંપની કરતા અનેકગણો વધારો જોવા મળ્યો છે.