રિલાયન્સ જીઓ, રિલાયન્સ રિટેલ અને ઓટુસી બિઝનેસને ઝડપથી આગળ ધપાવવા અમારી પાસે મજબૂત બેલેન્સસીટ અને પૂરતી તરલતા: મુકેશ અંબાણી
ઉર્જા, પેટ્રોકેમિકલ્સથી માંડી ડિજિલટ દુનિયામાં પગ પેસારો કરનારી દેશની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઈંધણથી ભરપૂર વિકાસની ગાડી પુરપાટ દોડી રહી છે અને દોડશે… તેમ મુકેશ અંબાણીએ સંકેત આપ્યા છે. લોસ મેકિંગ બિઝનેશ થકી ભલભલી કંપનીઓને મજબૂતાઈ ભેર ટક્કર આપનાર રિલાયન્સ હવે વધુ મજબૂત બની ગઈ છે. કંપનીના વેગવંતા અને સતત વિકાસ માટે અમે વધુ મજબૂત બન્યા છીએ તેમ અંબાણીએ જણાવ્યું છે.
રિલાયન્સે તાજેતરમાં નાણાકીય વર્ષ 2020-21 માટેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. જેના ચેરમેન અને દેશના ટોચના કુબેરપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સની વૃદ્ધિ સતત આગળ ધપાવવા અમારી પાસે મજબૂત બેલેન્સશીટ છે. આ સાથે જિઓ, રિલાયન્સ રિટેલ અને ઓઇલ ટૂ કેમિકલ (ઓ 2 સી) બિઝનેસમાં મોટા રોકાણ અર્થે પૂરતી તરલતા છે. જે આગામી સમયમાં રિલાયન્સને નવી ટોચે પહોંચાડશે. મુકેશ અંબાણીએ રિપોર્ટ જારી કરતાં કહ્યું કે રિલાયન્સ જિયો, રિટેલ અને ઓઇલ-ટુ-કેમિકલ આ અમારા ત્રણ હાયપર ગ્રોથ એન્જિનની માટે અમારી પાસે હવે મજબૂત બેલેન્સશીટ અને પૂરતી તરલતા છે.
આ ત્રણેય વ્યવસાયોના વિકાસ યોજનાને ટેકો આપવા કંપની પાસે પ્રવાહિતાની કમી નથી. કંપનીએ તેના ટેલિકોમ અને ડિજિટલ વ્યવસાયને સંચાલિત કરતી જિઓ પ્લેટફોર્મ્સ અને રિટેલ બિઝનેસમાં લઘુમતી શેર વેચીને લગભગ 2 લાખ કરોડ રૂપિયા ઉભા કર્યા છે. આ સિવાય કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 53,124 કરોડ પણ એકઠા કર્યા છે. જેના કારણે કંપનીએ નિર્ધારિત સમય પૂર્વે ઝીરો ડેપ્ટનું એટલે કે દેવા મુક્તનું લક્ષ્ય હાંસલ કર્યું છે. જણાવી દઈએ કે રિલાયન્સે 2022 સુધીમાં ઝીરો ડેપ્ટ હાંસલ કરવા લક્ષ્યાંક સેવ્યો હતો.
વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં કંપનીએ 5 લાખ કરોડ રૂપિયા (5,39,238 કરોડ રૂપિયા) કરતા વધારેનો ક્ધસોલિડેટેડ બિઝનેસ કર્યો. કંપનીએ આ નાણાકીય વર્ષમાં રૂ., 53,7399 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. તેમજ 75,000 થી વધુ રોજગારી ઉભી કરી છે. ઈઘટઈંઉ-19 રોગચાળાને લીધે વિક્ષેપ હોવા છતાં 50,000 થી વધુ ફ્રેશર્સ રાખ્યા છે.
વર્ષ 2022 પહેલા જ રિલાયન્સે ઝીરો ડેપ્ટનું લક્ષ્યાંક હાંસલ કર્યું
મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપનીએ તેના ટેલિકોમ અને ડિજિટલ વ્યવસાયને સંચાલિત કરતી જિઓ પ્લેટફોર્મ્સ અને રિટેલ બિઝનેસમાં લઘુમતી શેર વેચીને લગભગ 2 લાખ કરોડ રૂપિયા ઉભા કર્યા છે. આ સિવાય કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 53,124 કરોડ પણ એકઠા કર્યા છે. જેના કારણે કંપનીએ નિર્ધારિત સમય પૂર્વે ઝીરો ડેપ્ટ એટલે કે દેવા મુક્તનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સિવાય કંપનીના ફ્યુઅલ રિટેલ બિઝનેસમાં 49 ટકા શેર ખરીદવા માટે બીપીએ 7,629 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ તમામ ભંડોળની સાથે રિલાયન્સ નેટ શૂન્ય ડેટ કંપની બની ગઈ છે.
મહામારીમાં જીવ ગુમાવનારા કર્મીઓના પરિવારોને મોટી રાહત
મહામારીમાં જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારોની પડખે રિલાયન્સ ઉભુ છે તેમ તાજેતરમાં જારી થયેલા વાર્ષિક રિપોર્ટમાં મુકેશ અંબાણીએ જણાવ્યું છે અને રાહતોની જાહેરાત કરી છે * તમામ સંતાનો માટે સ્નાતક થવા સુધીના શૈક્ષણિક અને તે અંગેના 100% ખર્ચ ઉઠાવશે * જીવનસાથી, સંતાનો અને માતા-પિતા માટે જીવન પર્યત મેડિકલ કવરેજ * પરિવારને પાંચ વર્ષનો પગાર * ઓફ-રોલ કર્મચારીના પરિવારને 10 લાખ * તમામ કર્મચારીઓ તેમના પરિવારજનોને વેકિસન અપાશે