જિયો માર્ટ થકી ઉભી કરાયેલી વ્યવસ્થામાં ૧ થી ૧૫ ટકા સુધી પ્રોડકટ મુજબ વળતર અપાશે : સ્ટોક મેઇન્ટેનન્સ માટે પણ અત્યાધુનિક વ્યવસ્થા

આજે પણ ઓનલી રિલાયન્સ લોકજીભે છે. હવે આ માત્ર ઉક્તિ નહીં પરંતુ હકીકત બની જશે. ટૂંક સમયમાં એવી પરિસ્થિતિ ઉભી થશે જ્યાં નાની સોંયથી માંડી લાખો રૂ પિયાનો સામાન રિલાયન્સના માધ્યમથી લોકોનો ઘર સુધી પહોંચશે. રિલાયન્સનું જિયો માર્ટ એક એવું પ્લેટફોર્મ બની જશે જ્યાં લોકો આંગળીના ટેરવે વસ્તુઓ મંગાવી શકશે. રિલાયન્સનો આ માસ્ટર સ્ટોક આગામી સમયમાં ભારતીય બજારની સકલ-સુરત ફેરવી નાખશે.

રિલાયન્સ રિટેલ ક્ષેત્રમાં છેલ્લા થોડા વર્ષોથી એમેઝોન અને વોલમાર્ટ-ફલીપકાર્ટની સીધી સ્પર્ધામાં ઉતર્યું છે. જો કે, હવે જિયો માર્ટના કારણે પરંપરાગત ગ્રોસરી શોપ નવા વાઘા પહેરશે. ૧ કિ.મી.ની અંદરના ગ્રોસરી શોપ પાસેથી વસ્તુઓ ખરીદવી ખુબ સરળ થઈ જશે. આ સીસ્ટમથી લાખો દુકાનદારોને ફાયદો થશે. આ ઉપરાંત કાચો માલ સીધો ખેડૂત પાસેથી ખરીદવાનો માર્ગ મોકળો થઈ ગયો હોવાથી વચેટીયાઓ મલાઈ તારવી શકશે નહીં. થોડા સમય પહેલાજ કેન્દ્ર સરકારે દેશના ખેડૂતો બજારમાં પોતાની અનુકુળતા મુજબ માલ વેંચી શકે તે માટે એપીએમસીને હટાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો ફાયદો હવે રિલાયન્સને થશે. રિલાયન્સ ઈચ્છશે ત્યારે ખેડૂતો પાસે જે તે પાકની ખેતી કરાવશે તે માલનું યોગ્ય મુલ્ય ચૂકવી તેને સીધુ ગ્રાહક સુધી પહોંચાડશે. આ આખી વ્યવસ્થા ધીમી ગતિએ સુદ્રઢ બનશે.

રિલાયન્સ માર્ટમાં ભાગ લેનાર ગ્રોસરી શોપને માલ મુજબ ૧ થી ૧૦ ટકાનું વળતર પણ ચૂકવવામાં આવશે. ફેસબુક અને રિલાયન્સ વચ્ચે થયેલી ડીલમાં થોડા દિવસોમાં જ રિલાયન્સ રિટેલ ક્ષેત્રની ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં પોતાની ધાક જમાવવા જઈ રહી છે. ફેસબુકના વોટ્સએપ દ્વારા રિલાયન્સ ૪૦ કરોડ લોકો સુધી એક ઝાટકે પહોંચી ગયું છે. આ સર્વિસ હેઠળ રિલાયન્સ નાના-નાના કિરાણા સ્ટોરનો સાથ દેશે. અત્યારે તો પ્રારંભી તબક્કે મુંબઈમાં આ સર્વિસ ચાલુ છે. એક ચોક્કસ નંબર પર ગ્રાહકે ઓર્ડર કરવાનો રહે છે જેના થોડા સમયમાં જ ગ્રાહક સુધી માલ પહોંચે છે.

ગ્રાહકને નંબર શેવ કરવાનો રહે છે ત્યારબાદ વોટ્સએપના માધ્યમથી તેનો સંપર્ક સાધવાનો હોય છે. સામેથી જિયો માર્ટ દ્વારા એક લીંક મોકલવામાં આવે છે, આ લીંકમાં મોબાઈલ નંબર, એડ્રેસ નાખવાનું કહે છે, ત્યારબાદ જેટલી પણ વસ્તુઓ ઓર્ડર માટે ઉપલબ્ધ છે તેની વિગતો આપવામાં આવે છે. ગ્રાહક ઓર્ડર આપે ત્યારબાદ જ્યારે વસ્તુઓ તૈયાર થઈ જાય ત્યારે નોટીફીકેશન મળે છે. રિલાયન્સની આ સર્વિસના કારણે એમેઝોન અને ફલીપકાર્ટ સહિતની ઈ-કોમર્સ કંપનીઓને પરસેવો પડશે. ઈલેકટ્રોનીક અને ફેશનમાં રિલાયન્સ માર્ટ આ કંપનીઓને હંફાવશે.

ભારતીય કંપની રિલાયન્સ દ્વારા લેવાયેલા આગોતરા પગલાને કારણે અમેરિકા સહિતના દેશો ભારત સાથે ડબલ્યુટીઓમાં બેસવા તૈયાર થઈ ચૂકયા છે. રિલાયન્સનો આ માસ્ટર સ્ટોક એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પણ ક્રાંતિ લાવશે. ક્યાં વિસ્તારમાં કેટલો સ્ટોક પડ્યો છે તેનું વ્યવસ્થાપન પણ રિલાયન્સ ખુબ સરળતાથી કરી શકશે. એક રીતે એમ કહી શકાશે કે લોકોના ઘેર-ઘેર હવે રિલાયન્સના ‘બનીયા’ માલ પહોંચાડશે.

કયાં ક્ષેત્રમાં કેટલા માલનો સ્ટોક છે તે પણ તુરંત જાણી શકશે. જીઓ માર્ટ દ્વારા ઉભી કરાયેલી આખી પદ્ધતિ રિલાયન્સની દુરંદેશીનું કારણ છે. રિલાયન્સ હંમેશા વિશ્ર્વની વિચારસરણીથી બે ડગલા આગળનું વિચારતી આવી છે. જેથી ભવિષ્યમાં પણ મસમોટી વૈશ્ર્વિક કંપનીઓને પણ સરળતાથી હંફાવશે.

  • જિયો હવે ચાઈનીઝ મોબાઈલોને ‘ડબલા’ બનાવી દેશે!

રિલાયન્સ જિયો વિશ્ર્વની બીજા નંબરની સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. રિલાયન્સ જિયો સાથે ગુગલે રૂ.૩૩૦૦૦ કરોડની ભાગીદારી કરી છે. રિલાયન્સ સહિતની કંપનીઓ સાથે ભાગીદારી કરીને જિયો ભારત સહિત વિશ્ર્વભરને ચાઈનીઝ પ્રોડકટ ઉપરની નિર્ભરતા દૂર કરવામાં મદદરૂ પ થશે. પ્રારંભીક તબક્કે ભારતમાંથી જિયો ચાઈનીઝ મોબાઈલને ડબલા બનાવી દેશે. તાજેતરમાં જ જિયો દ્વારા વિશ્ર્વની સૌથી મોટી ચીપસેટ કંપની ક્વાલકોમ સામે ભાગીદારી કરી હતી. ગુગલ સાથે પણ જિયો નવી ઓએસ લાવવા તૈયાર છે. ક્વાલકોમ પ્રોસેસર બનાવે છે અને જિયો સ્વદેશી ૫-જી પણ લાવવાની તૈયારીમાં છે. આવા સમયમાં સંપૂર્ણ દેશી ફોન ભારતને મળી શકે તેવી આશા છે. જેનાથી ચાઈનીઝ બ્રાન્ડને ધડમુળથી દેશમાંથી ભગાડી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.