દિવાળી પર જીઓનો વધુ એક ધમાકો: હોમ બ્રોડબ્રેન્ડ સર્વિસ ‘જીઓ ફાઈબર’ લોન્ચ કરી ફરી એક વખત પ્રાઈઝ વોર છેડશે
રિલાયન્સ જીઓએ જયારથી ટેલીકોમ માર્કેટમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અન્ય ટેલીકોમ કંપનીઓ સમક્ષ એક પછી એક ધારદાર હથિયાર મુકી રહ્યું છે. મોબાઈલ ફોન, સીમકાર્ડ, મોબાઈલ ઈન્ટરનેટ વગેરે ક્ષેત્રે અવનવી સ્કીમો આપી ટુંકા એવા ગાળામાં મોટાપાયે ગ્રાહકોને પોતાની તરફેણમાં ખેંચી લીધા છે ત્યારે જીઓ હવે આ વર્ષે દિવાળી પર વધુ એક નવો ધમાકો કરવા જઈ રહ્યું છે. જેમાં રિલાયન્સ જીઓ હોમ બ્રોડબેન્ડ સર્વિસ જીઓ ફાઈબર લોન્ચ કરશે.
આ બ્રોડબેન્ડ સર્વિસ દ્વારા જીઓ ગ્રાહકોને ફકત ‚ા.૫૦૦માં ૧૦૦ જીબી ડેટા આપશે. જેની સ્પીડ ૧ જીબીપીએસ રહેશે. જી, હા રિલાયન્સ હવે, બ્રોડબેન્ડની માત્ર ‚ા.૫૦૦માં સેવા આપી નવો ધમાકો કરશે. જેના દ્વારા એરટેલ, વોડાફોન, આઈડીયા જેવા ટેલીકોમ કંપનીઓને નવો ફટકો પડવાની દહેશત છે. જીઓની આ બ્રોડબેન્ડ સેવાથી ટીવી, મોબાઈલ વગેરે માટે એક જ સીરીઝ થઈ જશે જેનો મુખ્ય લાભ ગ્રાહકોને મળશે. ઉલ્લેખનીય છે કે, દેશની ટોચની કંપની એરટેલ પણ હજુ સુધી બ્રોડબેન્ડની સુવિધા આપી શકી નથી. જે હવે જીઓ આપશે અને બીજી નવી હરિફાઈ આણસે.
ભારતીય અરબપતિ મુકેશ અંબાણીની પુત્રી અને રિલાયન્સ જીઓ કંપનીની બોર્ડ ડાયરેકટર ઈશા અંબાણીએ ટવીટ કરી આ માહિતી આપી હતી. તેણે ટવીટમાં કહ્યું હતું કે, દિવાળી સુધીમાં જીઓ ફાઈબર લોન્ચ થશે. જેમાં ગ્રાહકોને ‚ા.૫૦૦માં ૧ જીબીપીએસ સ્પીડની સાથે ૧૦૦ જીબી ડેટા મળશે. જણાવી દઈએ કે, ડીસેમ્બર વર્ષ ૨૦૧૫માં એશિયાના ટોચના ૧૨ બિઝનેસમેનની સુચીમાં સામેલ થનારી ઈશા અંબાણી તેના ભાઈ આકાશ અંબાણી અને બ્રાંડ એમ્બેસેડર શાહ‚ખ ખાન રિલાયન્સ જીઓના લોન્ચિંગ દરમિયાન હાજર રહી હતી. તેમજ અહેવાલ અનુસાર, જીઓ દિવાળી સુધીમાં રિલાયન્સ જીઓની હોમબ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરશે. રિલાયન્સ જીઓ ઈન્ફોકોમની જેમ જીઓફાઈબર પણ લોન્ચિંગ બાદ બજારમાં પ્રાઈઝ વોર ઉભુ થશે.