રિલાયન્સ રિટેલર વેન્ચૂર રિટેલની સહયોગી કંપની તરીકે કાર્યરત છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિટેલ તરીકે કાર્યરત કં5નીએ તાજેતરમાં જ 199.704 કરોડનું ટર્નઓવર કરી માર્ચ-31, 2022 સુધીમાં 70.95 કરોડનો નફો નોંધાયો હતો. ગેપ અમેરિકાની આધુનિક ફેશન આઇકોન ગણાય છે. સનફ્રાન્સિસ્કોમાં 1979ના સ્થપાયેલી ગેપ ફેશન ક્ષેત્રમાં સતત આગેકૂચ કરે છે અને આ કંપનીએ ડેનિમ ખાખીના વોશ વિથ અને પાણી બચાવવામાં નામ કાઢ્યુ છે. તેની પ્રોડક્ટ અન્ય કપડાની સામે 20 ટકા પાણી બચાવીને જળ બચાવનું કામ પણ કરે છે. ગેપની પ્રોડક્ટ અન્ય કપડા સામે 20 ટકા ઓછા પાણીની ધોવાઇ જાય છે. ગેપની બ્રાન્ડમાં ગેપ ટીન, ગેપ કીટ, ગેપ બેબી, મેટરનીટી ગેપ, ગેપ બોડી, ગેપના મોટા અને બાળકોની રેન્જમાં ગેપ ફીડ, ઇઝી ગેપ, ગોપ હોમ જેવી બ્રાન્ડ સમગ્ર વિશ્ર્વમાં ધૂમ મચાવે છે. વિશ્ર્વમાં ધૂમ મચાવ્યા બાદ કંપની હવે ભારતમાં આવી રહી છે. સમગ્ર વિશ્ર્વમાં ફ્રેન્ચાઇઝી અને કસ્ટમર ચેઇનના માધ્યમથી ડીઝાઇન, ફેશન, આઉટ લેટ અને રિટેલ સ્ટોરના માધ્યમથી ગ્રાહકોની પ્રિય બની છે.
ગેપના તમામ પ્રોડક્શન ફેશન પ્રોડક્ટ અમેરિકાની સૌથી મોટી કંપની તરીકે વેંચે છે. કંપનીની મહિલા, બાળકો, પુરૂષોની લાઇફ સ્ટાઇલ ઓલ્ડ નેવી ગેપ, બનાના, ટીમ વીક, એપેશીયા અમેરિકામાં ધૂમ મચાવીને હવે ભારતમાં રિલાયન્સના સથવારે આવી રહી છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય અગ્રણી કેઝ્યુઅલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે ગેપની પ્રતિષ્ઠાનો લાભ લેવાનો છે અને રિલાયન્સ રિટેલની મજબૂત ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્કના સંચાલનમાં અને સ્થાનિક ઉત્પાદન તથા સોર્સિંગ કાર્યક્ષમતાઓને વધુ બહેતર બનાવવામાં સક્ષમતા સ્થાપિત કરવાનો છે. સાન ફ્રાન્સિસ્કોમાં 1969માં સ્થપાયેલી ગેપ ડેનિમ ઉત્પાદનો આધારીત તેના વૈભવી વારસાને વધુ ઉજાગર કરવાનું નિરંતર જારી રાખી રહ્યું છે અને કંપની સંચાલિત ફ્રેન્ચાઇઝ રિટેલ લોકેશન્સ પર અને ઓનલાઈન પદ્ધતિથી વૈશ્વિક સ્તરે ગ્રાહકો સાથે જોડાયેલું છે. માત્ર વસ્ત્રોનું વેચાણ કરવા કરતાં ગેપ મજબૂત વિઝન સાથે એક અલાયદી સંસ્કૃતિને આકાર આપે છે, વ્યક્તિઓ, પેઢીઓ અને સંસ્કૃતિઓ વચ્ચેના અંતરને દૂર કરીને અમેરિકન શૈલીની અનન્ય આમૂલ અને આશાવાદી ભાવનાને રજૂ કરે છે. રિલાયન્સ રિટેલ ભારતમાં ગ્રાહકો માટે ગેપનો શોપિંગ અનુભવ લાવે છે, જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે બ્રાન્ડની યુવા, આશાવાદી ફેશન રજૂ કરે છે.રિલાયન્સ રિટેલમાં અમે અમારા ગ્રાહકો માટે નવીનતમ અને શ્રેષ્ઠ લાવવામાં ગર્વ અનુભવીએ છીએ અને અમે ફેશન અને જીવનશૈલીના અમારા પોર્ટફોલિયોમાં આઇકોનિક અમેરિકન બ્રાન્ડ ગેપના સમાવેશની જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છીએ. અમે માનીએ છીએ કે રિલાયન્સ અને ગેપ ઉદ્યોગની અગ્રણી ફેશન પ્રોડક્ટ્સ અને રિટેલ અનુભવો તેમના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે તેમના વિઝનમાં એકબીજાના પૂરક છે, તેમ રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન એન્ડ લાઇફસ્ટાઇલના સીઇઓ અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું.
મહત્વના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેપના બિઝનેસને આગળ વધારવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, તેમ ગેપ ઇન્ક.ના ઇન્ટરનેશનલ, ગ્લોબલ લાયસન્સિંગ અને હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિને ગેર્નાન્ડે જણાવ્યું હતું. “ભારતમાં રિલાયન્સ રિટેલ જેવા પ્રાદેશિક નિષ્ણાતો સાથે ભાગીદારી અમારા ભાગીદારી-આધારિત મોડલ થકી અમારા બિઝનેસ પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવાનું ચાલુ રાખીને અમે વિશ્વભરના ગ્રાહકો સમક્ષ અમારી રિલેવન્ટ, પર્પઝ-ડ્રીવન બ્રાન્ડને પહોંચાડવાની અનુકૂળતા કરી આપે છે.”