બાથ -હાઈજીન લોન્ડ્રી હોમ કેર સહિતની બ્રાન્ડનું લોન્ચીંગ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ પ્રોડક્ટ્સ લિમિટેડ એ તેના હોમ અને પર્સનલ કેર ઉત્પાદનોની શ્રેણીના લોન્ચ સાથે તેના એફએમસીજી પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે.
આ પોર્ટફોલિયોમાં ગ્લીમર બ્યુટી સોપ્સ, ગેટ રિયલ નેચરલ સોપ્સ, પ્યુરિક હાઈજીન સોપ્સ, ડોઝો ડીશવોશ બાર અને લિક્વિડ, હોમગાર્ડ ટોઈલેટ અને ફ્લોર ક્લીનર્સ તથા એન્ઝો લોન્ડ્રી ડિટર્જન્ટ પાવડર, લિક્વિડ અને બારનો સમાવેશ થાય છે.
આ લોન્ચ અંગે બોલતાં આરસીપીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી મહત્વાકાંક્ષા દરેક ભારતીય ઘરને વાજબી ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવવામાં મદદ કરવાની છે. હોમ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની આ શ્રેણી શ્રેષ્ઠ ફોમ્ર્યુલેશન સાથે શ્રેષ્ઠ અસરકારકતા ધરાવે છે. “રિયલ ઈન્ડિયા”ના ગ્રાહકોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને આ ઉત્પાદનો તૈયાર કરવામાં આવ્યા છે.
આરસીપીએલ દ્વારા આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પાના પુન:લોન્ચ સાથે સુસંગત પોર્ટફોલિયોનું આ વિસ્તરણ ભારતીય ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઉચ્ચ ગુણવત્તાના એફએમસીજી ઉત્પાદનો પૂરા પાડવાના કંપનીના ઉદ્દેશ્યને વધુ દૃઢ બનાવે છે અને તેને આગળ ધપાવે છે. કરિયાણા સ્ટોર્સ સહિત તમામ રિટેલર્સ ભારતીય ગ્રાહકોની રોજિંદા જરૂરિયાત ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરી શકે તે રીતે તેમને સક્ષમ બનાવવા માટે આ ઉત્પાદનો હવે તમામ ચેનલો પર ઉપલબ્ધ થશે.
એ જ રીતે, બાયો-એન્ઝાઇમ્સ સાથેના તેના અનન્ય 2ડ પાવર વોશ ફોમ્ર્યુલા સાથે ડોઝો ડિશવોશ લિક્વિડ ડિશવોશિંગને સરળ બનાવવા માટે સખત ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. ડોઝોનો હેતુ લાખો ગ્રાહકોને કંટાળાજનક અને સમય માંગી લેતા વાસણ ધોવાના કામોમાંથી મુક્ત કરવાનો છે, જેથી તેમને જીવનમાં અન્ય મહત્વના કામ કરવા માટે સમય મળે. ઉપરાંત આરસીપીએલ હોમગાર્ડ બ્રાન્ડ હેઠળ એન્ઝો સ્માર્ટવોશ બ્રાન્ડ હેઠળ લોન્ડ્રી ડિટર્જન્ટ (બાર, પ્રવાહી અને પાવડર) સાથે ટોયલેટ અને ફ્લોર ક્લિનર્સની અત્યંત અસરકારક શ્રેણી લોન્ચ કરશે.
જેમાં સોસિયો હજૂરીની હેરિટેજ બ્રાન્ડ્સ, લોટસ ચોકલેટ્સની ક્ધફેક્શનરી રેન્જ, શ્રીલંકાની અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબન તેમજ દૈનિક આવશ્યક વસ્તુઓની તેની પોતાની બ્રાન્ડ્સ ઇન્ડિપેન્ડેન્સ અને ગુડ લાઇફ તથા અન્યનો સમાવેશ થાય છે.