રિલાયન્સ રિટેલ વેન્ચર્સના જોમવંતા બિઝનેસ મોડેલ અને તેની પરિવર્તનશીલ અસરોને વિશ્ર્વના અગ્રણી મૂડીરોકાણકારોનું મજબૂત અનુમોદન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્કાને પૂર્ણ કર્યો છે.
RRVL એ વિશ્વના અગ્રણી મૂડીરોકાણકારો પાસેથી કુલ રૂ. 47,265 કરોડનું રોકાણ મેળવ્યું છે અને નાણાકીય ભાગીદારોને 69,27,81,234 ઇક્વિટી શેર ફાળવ્યા છે. ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ મુજબ ઇક્વિટી હિસ્સેદારો ilver Lake Partners 7,500.00, Sil ver Lake Partners – Co-Investors 1,875.00, KKR 5,550.00, Mubadala 6,247.50, ADIA 5,512.50, GIC 5,512.50, TPG 1,837.50, General Atlantic 3,675.00, PIF 9,555.00 રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર કુમારી ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, છછટકમાં મજબૂત અને પ્રતિષ્ઠિત ભાગીદારોને આવકારતાં અમે ગર્વઅનુભવીએ છીએ. અમારા બિઝનેસમાં અભૂતપૂર્વ રસ દાખવનારા રોકાણકારો પ્રત્યે અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ અને તેમના અનુભવ અને વૈશ્વિક પહોંચનો ફાયદો મેળવવા માટે અમે પ્રયાસ કરીશું.
ન્યૂ કોમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે લાખો વેપારીઓ અને સુક્ષ્મ, નાના તથા મધ્યમ કદના વેપારને સશક્ત બનાવીને ભારતીય રિટેલ સેક્ટરમાં પરિવર્તન લાવનારી ભૂમિકા નિભાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
મોર્ગન સ્ટેન્લી RRVL તરફે નાણાકીય સલાહકાર હતા અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા. BofA સિક્યુરિટીઝ વધારાના નાણાકીય સલાહકાર હતા અને પ્રક્રિયાઓ ઉપરાંત ટ્રાન્જેક્શન સ્ટ્રક્ચરિંગ માટે સલાહ આપી હતી. તેમ રીલાયન્સ રિટેલ વેન્ચસ દ્વારા જણાવ્યું હતું.