બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા
રિલાયન્સ રિટેલે તેના ન્યૂકોમર્સ પ્લેટફોર્મ એજીઓ બિઝનેસ પર એથ્લિઝર બ્રાન્ડ એક્સિલરેટ લોન્ચ કરી છે. આ બ્રાન્ડ રમતગમત અને ફિટનેસના એવા ઉત્સાહીઓની અનન્ય જરૂરિયાતોને પૂરી કરે છે જેઓ તેમની ફિટનેસ જાળવવાની પ્રક્રિયામાં એક શૈલી અને અનુકૂળતા શોધે છે. આ બ્રાન્ડ તેમને ઉચ્ચ-ગુણવત્તાવાળા કાર્યાત્મક રીતે રમતગમતના શ્રેષ્ઠ મર્ચેન્ડાઇસ અને ફૂટવેરની વિશાળ વિવિધતા આપે છે, જે આ ક્ષેત્રમાં અગ્રણી શૈલી અને સગવડતા પૂરી પાડે છે.એક્સિલરેટ છ699થી શરૂ થતી ઑફર સાથે દરેક કિંમત સેગમેન્ટ માટે કંઈક ને કંઈક ઓફર કરે છે. આ માટે ભારતીય ક્રિકેટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. પંડ્યાનો અભિગમ એક અનોખી શૈલીનો છે, તેમનું યુવાનોમાં આકર્ષણ છે અને ક્યારેય હાર ન માનનારો અભિગમ પણ પ્રદર્શિત કરે છે – અને આવા જ ગુણો આ બ્રાન્ડને વ્યાખ્યાયિત કરે છે.એક્સિલરેટ ભારતના રમતગમતમાં સક્રિય રસ લેનારા ફિટનેસ પ્રત્યે સભાન યુવક-યુવતીઓની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
રમતગમતના ક્ષેત્રે ભારતીયો વૈશ્વિક મંચ પર પોતાની અનોખી ઓળખ બનાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં ભારતે જીતેલા મેડલની વધતી સંખ્યા આ વાતને સમર્થન આપે છે. તેથી જ એક્સિલરેટ યુવાનોને કિફાયતીભાવે વિશ્વ-કક્ષાના સ્પોર્ટસવેર ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.એક્સિલરેટ દ્વારા ઓફર કરવામાં આવતી સ્પોર્ટ્સ યુટિલિટીઝમાં સ્પોર્ટ શૂઝ, એથ્લેટિક અને લાઈફસ્ટાઈલ ફૂટવેર, ટ્રેક પેન્ટ, ટી-શર્ટ, શોર્ટ્સ અને અન્ય એક્સેસરીઝનો સમાવેશ થાય છે. એક્સિલરેટ પ્રોડક્ટ્સ ભારતના અગ્રણી બી2બી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એજીઓ બિઝનેસ પર વિશેષરૂપે ઉપલબ્ધ છે. નાના-કદના સ્પોર્ટ્સ સ્ટોર્સ અને ફેશન રિટેલ આઉટલેટ્સ સહિત ભારતમાં કોઈપણ રિટેલર એજીઓ બિઝનેસ પર નોંધણી કરીને એક્સિલરેટ ઉત્પાદનો માટે ઓર્ડર આપી શકે છે.
એજીઓ બિઝનેસ નાના તથા મધ્યમ રિટેલરોની વૃદ્ધિ અને સુખાકારીને ટેકો આપવાની અને તેમનું ડિજિટલી સશક્તીકરણ કરવાની રિલાયન્સની મુખ્ય પ્રતિબદ્ધતાને આગળ ધપાવે છે.એક્સિલરેટના લોન્ચ વખતે બોલતાં રિલાયન્સ રિટેલના ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ સીઇઓ શ્રી અખિલેશ પ્રસાદે કહ્યું કે, એક્સિલરેટ શ્રેષ્ઠ અને કિફાયતી ઉત્પાદન ઓફર કરવાની સાથે મૂલ્ય પ્રત્યે સભાન ગ્રાહકને આનંદ આપશે તેની ખાતરી છે. અમારા બ્રાન્ડ એમ્બેસેડર હાર્દિક પંડ્યા અવરોધોથી વિચલિત થયા વગર જીવનમાં સતત આગળ વધવાની ભાવનાને મૂર્તિમંત કરે છે. “ડોન્ટ બ્રેક, એક્સિલરેટ” ઝુંબેશ ક્યારેય હતાશ નહીં થવાનો અભિગમ ધરાવતાં યુવાનોના જુસ્સા અને ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. આ બ્રાન્ડ સ્પોર્ટ્સ શૂઝ, સેન્ડલ અને એપેરલની શ્રેણીઓમાં તેમની જરૂરિયાતો પૂરી કરે છે.એક્સિલરેટ સાથે તેમના જોડાણ અંગે ટિપ્પણી કરતાં શ્રી હાર્દિક પંડ્યાએ કહ્યું કે, હું એક્સિલરેટ સાથે જોડાઈને ખુશ છું. મને લાગે છે કે તેમની પાસે ઉત્પાદનોની અત્યંત સ્ટાઇલિશ અને અનૂકુળ શ્રેણી છે.
તેમની બ્રાન્ડ માટેની વિચારધારા, ડોન્ટ બ્રેક, એક્સિલરેટ, આત્મવિશ્વાસ અને તીવ્રતા સાથે સખત મહેનત કરવાનું ચાલુ રાખવા માટેની જીવનની મારી ફિલસૂફી સાથે સુસંગત છે. મેં ક્યારેય હાર ન માનવાનું વલણ રાખ્યું છે અને તે જોઈને આનંદ થાય છે કે આજના યુવાનો પણ એ જ દૃષ્ટિકોણમાં માને છે, જેનું એક્સિલરેટ પણ તાદશ ઉદાહરણ આપે છે. તેથી યુવાનો માટે મારો સંદેશ છે – ગમે તે હોય, અટકશો નહીં. બ્રેક ન લગાવો, એક્સિલરેટ કરો.રિલાયન્સ રિટેલની ન્યૂ-કોમર્સ શાખા એજીઓ બિઝનેસ દેશભરના રિટેલરો અને વેપારીઓ સાથે ફેશન અને લાઇફસ્ટાઇલની 5000થી વધુ બ્રાન્ડના વ્યાપક પોર્ટફોલિયો સાથે તેમને સશક્ત બનાવવામાં ભાગીદાર છે.