કેપ..જીઓ જી ભર કે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એકીકૃત ધોરણે, કુલ આવકમાં માત્ર 1.2 ટકાનો ઉછાળો આવ્યો છે. આ ઉછાળા સાથે આવક રૂ. 255996 કરોડ થઈ છે. નફામાં 27 ટકાનો વધારો થયો છે. ઇબીઆઇટીડીએ 30.2 ટકાના ઉછાળા સાથે રૂ. 44867 કરોડ રહ્યો. જ્યારે રિલાયન્સનો ચોખ્ખો નફો 29.7 ટકાના ઉછાળા સાથે 19878 કરોડ રૂપિયા રહ્યો.
કંપનીએ ચોખ્ખો નફો 29.7 ટકાના ઉછાળા સાથે 19878 કરોડ રૂપિયા નોંધાવ્યો : જીઓ પ્લેટફોર્મ લિમિટેડની આવકમાં વાર્ષિક ધોરણે 10.6 ટકાનો વધારો નોંધાયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 27 ટકા વધીને રૂ. 17,394 કરોડ નોંધ્યો છે. કંપનીએ શુક્રવારે આ માહિતી આપી હતી.કંપનીએ જણાવ્યું હતું કે તેલ અને ગેસ બિઝનેસમાંથી આવકમાં ઉછાળો આવ્યો હતો અને ફેશન-લાઇફસ્ટાઇલ સેગમેન્ટ તેમજ ગ્રોસરી અને ઇ-કોમર્સમાં વૃદ્ધિને કારણે આવકમાં પણ વધારો થયો હતો.
શેરબજારને આપેલી માહિતીમાં, કંપનીએ કહ્યું કે જુલાઈ-સપ્ટેમ્બર, 2023 ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 27.3 ટકા વધીને રૂ. 17,394 કરોડ અથવા શેર દીઠ રૂ. 25.71 થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો રૂ. 13,656 કરોડ અથવા રૂ. 19.92 પ્રતિ શેર હતો. કંપનીએ કહ્યું કે તેની ઓપરેટિંગ આવક રૂ. 2.34 લાખ કરોડ પર લગભગ સ્થિર રહી છે.
રિલાયન્સના જીઓ પ્લેટફોર્મ લિમિટેડની આવકમાં વાર્ષિક ધોરણે 10.6 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રિલાયન્સ રિટેલની આવકમાં 18.8 ટકાનો વધારો નોંધાયો છે. તે જ સમયે, રિલાયન્સના તેલ અને ગેસ બિઝનેસની આવકમાં 14 ટકાનો ઘટાડો થયો હતો.