ડોમેસ્ટીક માર્કેટમાં ૩૩ મિલીયન ટન જયારે વૈશ્વિક બજારમાં નિકાસ માટે ૩૫ મિલીયન ટનનાં ક્રુડની કરે સપ્લાય
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અનેકવિધ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખવા માટે અનેકવિધ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરતી જોવા મળે છે ત્યારે જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરી ભારત દેશ માટે ૩૩ મિલીયન ટન જયારે વૈશ્વિક બજારમાં નિકાસ માટે ૩૫ મિલીયન ટનનાં ક્રુડની સપ્લાય કરે છે. હાલની કથળતી બજારની સ્થિતિમાં પણ રિલાયન્સ ટના ટન રીતે કામગીરી કરી રહી છે. અન્ય કોઈ૫ણ કંપની વિદેશ મુડી ભારત લાવવા માટે અન્ય કોઈ કંપની એટલા અંશે સફળ થઈ નથી જેટલી રિલાયન્સ કંપનીએ સફળતા સર કરી છે.
જામનગરમાં રિલાયન્સ રિફાઈનરી શરૂ થતાં જ અનેકવિધ સ્ટાર્ટઅપો શરૂ થયા છે. રિલાયન્સ માત્ર ઓઈલ રીફાઈનરી નહીં પરંતુ વૈશ્વિક સ્તર પર પોલીમર બનાવતી કંપનીમાં પણ અગ્ર હરોળમાં આવી છે. સાથો-સાથ સિન્થેટીક ગેસનાં ઉત્પાદનમાં પણ રિલાયન્સે તેમનું નામ વૈશ્વિક સ્તર પર રોશન કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વિશ્વની પ્રથમ એવી રીફાઈનરી ઓફ ગેસ ક્રેકરમાં પ્રતિ વર્ષ ૧.૫ મિલીયન ટનની કેપેસીટી હોવાનું જણાવ્યું હતું ત્યારે ક્રુડ ઓઈલની સાથો સાથ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. વિશ્વ આખામાં પોલીમરનાં ઉત્પાદન માટે અગ્ર ક્રમ પર રહ્યું છે.
પેટકોક ગેસીફિકેશન પ્રોજેકટ અંતર્ગત વિશ્ર્વમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી એકમાત્ર કંપની બની કે જેને સિન્થેટીક ગેસનું ઓછા ખર્ચે ઉત્પાદન કર્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે એવા અનેકવિધ જટીલ પ્રોજેકટો રહેલા છે જેમાં ૮૩ પ્રોસેસ યુનિટ કે જેનું ટેમ્પરેચર -૧૯૦ ડિગ્રી સેલ્શીયસથી લઈ +૧૪૮૦ ડિગ્રી સુધીનું રહે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્ર્વની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝમાંની એક છે કે જે હવે દરીયાઈ પાણીને શુદ્ધ કરવા માટે પ્રોજેકટ હાથ ધર્યો છે જેનાથી લોકોને તેનો મહતમ ફાયદો મળી શકે.