ટેલીકોમ ક્ષેત્રમાં અસ્તિત્વ ટકાવવા માટે અન્ય કંપનીઓને ઝઝુમવું પડશે
રીલાઇન્સ જીયો ટેલીકોમ કંપનીઓને ઝટકો દેવા ફરીથી સજજ થઇ ગયું છે. આ મહીનામાં અંત સુધીમાં ‚ા ૫૦૦ ની કિંમતમાં હેન્ડસેટ લોન્ચ કરશે. આ લોન્ચ કરવા અંગે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં ર૧ જુલાઇએ જાહેરાત કરી હતી. જે રીતે નવા ટેરીફ પ્લાનમાં પણ ૮૪ દિવસની ધન ધના ધન ઓફર દ્વારા લોકોને પરિચીત કરી એપ્રિલમાં બંધ કરી દીધા હતા તે જ રીતે ફોનમાં પણ કરીને લોકોને આદત પાડવાની રિલાયન્સની પોલીસી ફરીથી કાયમ રાખશે.
જીયોએ તેના ૪-જી ફીચર ફોન માત્ર ‚ા ૫૦૦ માં પુરો પાડીને ર-જીના વપરાશકારોને પોતાની તરફ વાળશે. તેમજ આ હેન્ડસેટની કિંમતમાં પછી મહત્તમ ભાવ વધારો ૬૫૦ થી ૯૭૫ ‚ા માં વેચાણ કરાશે. એવું એચ.એસ.બી.સી.ના ડાયરેકટર અને ટેલીકોમ એનાલીસ્ટ રાજી શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું. એનાલીસ્ટ એકસ્પર્ટના મને આકર્ષક ટેરીફ ઓફર બાદ મહત્તમ ૪-જી ફીચર ફોનના એકિટવ વપરાશકારોમાં વધારો કરવા માટે રિલાયન્સ આ ઓફર કરી રહ્યું છે.
ઝડપથી શ‚ કર્યા બાદ જીયો હળવેકથી ગ્રાહકોમાં વધારો કરવા મુખ્ય તો અર્ફોડેબ ૪-જી હેન્ડસેટ માર્કેટમાં લાવશે. પરંતુ ફોનના ૪-જી સપોર્ટીગ દ્વારા ઝડપથી ર-જીની વપરાશકારો ૪-જીમાં પરિવર્તીત થશે. જીયો દ્વારા ૧૧૨.૫૫ મિલિયન વપરાશકારોને એપ્રિલમાં પોતાના તરફ વાળ્યા હતા.
આ લોન્ચ દ્વારા ટેલીફોન માર્કેટને નવા જ ટકાનો સામનો કરવો પડશે. એવું બિડિંગ ટેલિકોમ કંપનીના એકઝીકયુટીવ દ્વારા જણાવામાં આવ્યું હતું. જેનાં દ્વારા પ્રિપેઇડના જુના વપરાશકર્તાઓ મહદ્દ અંશે ૪-જી ફીચર ફોન લોન્ચ કરવામાં આવશે. જીયો એક માત્ર ઓપરેટર છે કે જે ૪-જી નેટવર્ક ચલાવે છે ત્યારે એરટેઇલ, વોડાફોન અને આઇડીયા દ્વારા ટ્રાયલ ચાલી રહ્યા છે. પણ કોમર્શિયલ લોન્ચ કરવામાં આવ્યું નથી.
અમે આ કિંમત માટેની લડાઇમાં ઝંપલાવવાના નથી. ત્યારે જોઇએ તેના દ્વારા કેટલો જ ટકો મળશે. એવું એકિઝકયુટીવે જણાવ્યું હતું તેમજ બજારમાં ટેલીકોમ ક્ષેત્રને હજુ એક વર્ષ રાતાપાણીએ સેવાનો વારો આવશે. જીયો દ્વારા પ્રવેશથી ઘણી જ ટેલીફોન કંપનીઓને નુકશાન વેઠવું પડયું હતું. ત્યારે રેવન્યુ અને પ્રોફીટ માટે આ કંપનીઓને ટકી રહેવા ખુબ જ મહેનત કરવી પડશે.